ગુજરાત

gujarat

ETV Bharat / state

સરકારની જાહેરાત: વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, રોજ આરોગ્ય અને પોલીસના બૂલેટિન, બિનજરૂરી સરકારી ઓફિસને તાળાં - ETVBharatGujarat

કોરોના વાઈરસ ફેલાવાનો વ્યાપ વધવાનું સ્ટેજ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારે લૉક ડાઉન સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા કેટલાક મહત્ત્વના નિર્ણય લીધાં છે. જાણો ગુજરાત સરકારની મહત્વની જાહેરાતો...

સરકારની જાહેરાત : વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, આરોગ્ય અને પોલીસના રોજિંદા બૂલેટિન, બિનજરૂરી સરકારી ઓફિસને તાળાં
સરકારની જાહેરાત : વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, આરોગ્ય અને પોલીસના રોજિંદા બૂલેટિન, બિનજરૂરી સરકારી ઓફિસને તાળાં

By

Published : Mar 24, 2020, 4:14 PM IST

Updated : Mar 24, 2020, 7:36 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાઇરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે રાજ્ય સરકારે ગુજરાતને lock down કરી દેવામાં આવ્યું છે. ગુજરાતની તમામ સરહદો સીલ કરી લેવામાં આવી છે. ગુજરાતમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે. જે બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અગ્રસચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદને સંબોધતાં મહત્વની જાહેરાતો કરી હતી.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, રોજ આરોગ્ય અને પોલીસના બૂલેટિન, બિનજરૂરી સરકારી ઓફિસને તાળાં

કોરોનાને હરાવવા માટે સરકારે નીચે મુજબની મહત્વની જાહેરાત કરી..

1. રાજ્યના તમામ શાળાઓ બંધ, ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને વેકેશન, શિક્ષકોને ઘરે રહેવાની સૂચના

2. બિનજરૂરી સરકારી ઓફિસ શટડાઉન

3. જરૂરિયાત સરકારી ઓફિસોમાં મર્યાદિત સ્ટાફ

4. રોજ સવારે 10:00 ને રાત્રે 8:00 મેડિકલ બૂલેટિન

5. રોજ બપોરે 2:00 રાજ્યના મુખ્યપ્રધાનના અગ્રસચીવનું ખાસ બૂલેટિન

6. સાંજે 4:00 રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાનું પોલીસ બૂલેટિન

7. 5:00 cm નિવાસસ્થાન ખાતે કોરોના અંગે કોર કમિટીની બેઠક

8. રાજ્યના કોઈપણ વ્યક્તિને જરૂરિયાતની વસ્તુની અછત ન પડે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, રાજ્યમાં દોઢ વર્ષ સુધી ચાલે તેટલું અનાજ

આ ઉપરાંત રાજ્યમાં અમદાવાદ, રાજકોટ અને અન્ય વિસ્તારોમાં અમૂલના કુલ ૧૬૨૦થી વધુ પાર્લર આવેલાં છે. 1000 જેટલા પાર્લર અમદાવાદ અને રાજકોટ સિટીમાં છે. ત્યારે કેટલા પાર્લર ચાલુ અવસ્થામાં છે અને amul દૂધનો સપ્લાય કઈ રીતનો છે તે અંગેની પણ તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિને જીવન જરૂરિયાત વસ્તુની અગવડ ન પડે તે માટે પણ ખાસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

Last Updated : Mar 24, 2020, 7:36 PM IST

ABOUT THE AUTHOR

...view details