ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 38 પોઝિટિવ કેસ નોંધાયા, 37 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 350

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં મહદંશે કાબુ મેળવ્યો છે ત્યારે હજુ પણ કોરોના સક્રમણ ધીમી ગતિએ આગળ(Gujarat Corona Update) વધી રહેલું છે. ત્યારે રાજ્યના 6 કોર્પોરેશન અમદાવાદ, સુરત, બરોડા, ગાંધીનગર અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના (Active cases in gujarat) કેસ નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 38 કોરોના પોઝીટીવ કેસમાં વધારો નોંઘાયા છે. જ્યારે અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો મળી રહ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 38 પોઝિટિવ કેસ નોંધાયા, 37 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 350
Gujarat Corona Update : રાજ્યમાં 24 કલાકમાં 38 પોઝિટિવ કેસ નોંધાયા, 37 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 350

By

Published : Dec 7, 2021, 8:08 AM IST

  • રાજ્યમાં કોરોના કેસમાં વધારો
  • છેલ્લા 24 કલાકમાં 38 પોઝીટીવ કેસમાં વધારો નોંઘાયા
  • 37 દર્દીઓ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન અને 9 જિલ્લામાં કેસ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા. ત્યારે બાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. ત્યારે ડિસેમ્બર માસની 06 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 6 કોર્પોરેશન અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ(Gujarat Corona Update) નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી 9 જિલ્લામાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, રાજકોટ, નવસારી અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસમાં વધારો

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 6 કોર્પોરેશન અમદાવાદ, સુરત, બરોડા, ગાંધીનગર અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 09 દર્દીને રજા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 3,09,999 વધુ નાગરીકોને વેકસીન અપાઈ

05 ડિસેમ્બરના રોજ રાજ્યમાં કુલ 3,09,999 વધુ નાગરિકોને વેકસીન(Vaccination in gujarat) આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 34,450 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો અને 1,93,775 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 8,31,43,718ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 350

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 350 જેટલા એક્ટિવ કેસ(Active cases in gujarat) છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 345 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,095 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,17,300 દર્દીઓએ કોરોનાને માત આપીને ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Corona Update in Junagadh : Omicron variant થી બિલકુલ બેખોફ જૂનાગઢવાસીઓ

આ પણ વાંચોઃ Corona Testing In Bhavnagar: શહેરમાં 5 જાહેર સ્થળો પર ટેસ્ટિંગ, ઓમીક્રોનના ભય વચ્ચે તંત્ર એલર્ટ

ABOUT THE AUTHOR

...view details