ગાંધીનગર:રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક (Gujarat Cabinet Meeting)યોજાઇ હતી. સવારે 11:30 કલાકે યોજાયેલી બેઠક 1:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી. બે કલાક ચાલેલી આ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના સેવા સેતુના આઠમા તબક્કાની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત માર્ગ-મકાન વિભાગની એક એપ્લિકેશન સાથે જ કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવના પ્રવાસની(Bhupendra Yadav visit Sasan Gir)પણ ચર્ચા કરવામાં આવી છે.
કેન્દ્રીય વન પર્યાવરણ પ્રધાન ગુજરાતની મુલાકાતે -રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવના પ્રવાસ બાબત મહત્વની જાહેરાત કરી હતી.જીતુ વાઘાણીએજણાવ્યું હતું કે, સાસણગીરમાં બે દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાસણ ગીરની (Sasan Gir)મુલાકાત લેશે અને સાસણમાં નેસડામાં રહેતા નાગરિકો સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત ગીર જંગલમાં આવેલી રિસોર્ટના માલિકો સાથે પણ ચર્ચા વિચારણા કરીને તેમને પડતી તમામ તકલીફનો ઉકેલ લાવવામાં આવશે.
સુજલામ સુફલામ કામ પૂર્ણતાના આરે - ગુજરાત સરકાર દર ચોમાસાની સીઝન પહેલા ઉનાળાની ઋતુમાં સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam scheme ) અંતર્ગત નદી તળાવો ચેકડેમો સાફ-સફાઈ અને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. જેથી ચોમાસાની સિઝનમાં વધુ પાણીનો સંગ્રહથઇ શકે અને પાણીના તળ ઉંડા જતા રોકી શકાય ત્યારે સૂચના MSU કામ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ યોજનાનું 84 ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં 617 કરોડથી વધુનો ખર્ચ રાજ્ય સરકારને થયો છે જ્યારે અમુક કામ હજુ બાકી છે જે ચોમાસાની સીઝન પહેલા પૂર્ણ કરવામાં આવશે.