- રાજ્ય સરકારે બજેટ ની તૈયારીઓ શરૂ કરી
- 9 ડિસેમ્બર થી બજેટની બેઠકો શરૂ
- 20 ડિસેમ્બરના રોજ અંતિમ બેઠક યોજવામાં આવશે
ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલની(Chief Minister Bhupendra Patel ) સરકારણે 3 મહિના પૂર્ણ થયા છે ત્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી માર્ચ મહિનામાં વર્ષના બજેટની(Gujarat Budget 2022-23 ) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બજેટ બાબતે રાજ્યના કેબિનેટ નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બજેટની(Gujarat Budget2022) કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં 9 ડિસેમ્બરથી તમામ વિભાગોની બજેટ બાબતની બેઠક શરૂ કરવામાં આવશે.
9 ડિસેમ્બર થી 26 વિભાગોની બેઠકો યોજાશે
નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai)બજેટ બાબતે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના નાણાંકીય વર્ષ 2022-23ના બજેટ(Gujarat Budget 2022-23) બાબતે બેઠકો શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ વિભાગો એટલે કે 26 વિભાગોને અલગ અલગ વિભાગીય બેઠકો યોજવામાં આવશે જેમાં વર્ષ 2021-22 દરમિયાન વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યો તથા બજેટની (Gujarat Budget) જોગવાઈ પ્રમાણે કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હજુ કેટલા રૂપિયા વણ વપરાયેલાં પડી રહ્યા છે, તે બાબતને નાણાં વિભાગને બેઠક પૂર્ણ થયા બાદ અંતિમ એહવાલ નાણાં વિભાગને સોંપવામાં આવશે.
બજેટમાં ઘટાડો નહીં થાય
રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે પરંતુ ગત વર્ષના બજેટ કરતા વધુ પ્રમાણમાં બજેટ રજૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22નું બજેટ (Gujarat Budget 2021-22) રાજ્યના પૂર્વ નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેમાં કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિધાનસભા ખાતે નીતિન પટેલે સતત નવમી વખત બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું પરંતુ હવે પ્રથમ વખત કનુ દેસાઈ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.