ગાંધીનગર: ગુજરાતવિધાનસભાનું બજેટસત્ર આજથી શરૂઆત થઈ રહ્યું છે. તે પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel) અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ રાજ્યના પ્રવકતા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Revenue Minister Rajendra Trivedi) પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકોના કલ્યાણ માટેનું આ વર્ષનું બજેટ (Gujarat Budget 2022)રાજ્ય સરકાર વિધાનસભામાં રજૂ કરશે ત્યારે દર વખતની જેમ કોંગ્રેસ દ્વારા બજેટમાં આ વખતે પણ સાથ સહકાર નહીં મળે.
પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન
આજે વિધાનસભા ગૃહમાં થશે જેમાં ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય વિધાનસભા ગૃહમાં સંબોધન શરૂ થશે અને ત્યારબાદ શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જ્યારે આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ ગૃહમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવશે. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોક દર્શક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે.