ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો મહિલા અને બાળ વિભાગ માટે શું છે જોગવાઈ ?

ગુજરાત વિધાનસભા બજેટ રજૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં મહિલાઓ અને બાળકોના હિતને ધ્યાનમાં રાખીને મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાઓ માટે કુલ 23150 કરોડની ફાળવણી કરી છે.

Gujarat Budget 2020-21: Know what is the provision for women and children department?
ગુજરાત બજેટ 2020-21ઃ જાણો મહિલા અને બાળ વિભાગ માટે શું છે જોગવાઈ ?

By

Published : Feb 26, 2020, 7:18 PM IST

Updated : Feb 26, 2020, 11:31 PM IST

ગાંધીનગરઃ પોષણ અભિયાન અંતર્ગત રૂપિયા. 55 કરોડના ખર્ચે 53,029 આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનિટરીંગ ડિવાઈસ આપવામાં આવ્યા છે. જેના કારણે 11 જેટલાં રજિસ્ટરોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજિટલ રીતે કરવામાં આવે છે. આ કામગીરીના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂપિયા. 2 કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેને વધુ અસરકારક બનાવવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે.


મહિલા અને બાળ વિભાગ માટે કુલ 23150 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો મહિલા અને બાળ વિભાગ માટે શું છે જોગવાઈ ?

પોષણ અભિયાન અંતર્ગત 100 % સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે રૂપિયા. 12,000 અને રૂપિયા.6,000 તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કર એ એએનએમને રૂપિયા. 12,000નો પુરસ્કાર આપવામાં આવશે. જે માટે રૂપિયા. 8 કરોડ જોગવાઈ

ગુજરાત બજેટ 2020-21ઃ જાણો મહિલા અને બાળ વિભાગ માટે શું છે જોગવાઈ ?
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે. ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત 5 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂપિયા.50 કરોડની જોગવાઇ
  • 181- અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા રૂપિયા 12 કરોડની જોગવાઇ
  • 30 લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલા રૂપિયા.342 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 27 લાખ મુજબ 500 આંગણવાડી, બાંધકામ માટે રૂપિયા.35 કરોડ
Last Updated : Feb 26, 2020, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details