ગાંધીનગરઃ આજે બુધવારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ થયું છે. નાણાં પ્રધાન નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યું હતું છે. જેમાં તેમણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓ માટે રૂ. 24,321 કરોડની ફાળવણી કરી છે.
ગુજરાત બજેટ 2020-21ઃ જાણો સામાજિક ન્યાય અને અધિકારિતા માટે શું છે જોગવાઈ ? - provision
ગુજરાત વિધાનસભા બજેટ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વિવિધ ક્ષેત્રનું બજેટ રજૂ કર્યું છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાઓ માટે રૂ. 24,321 કરોડની ફાળવણી કરી છે.
ગુજરાત બજેટ 2020-21ઃ જાણો સામાજિક ન્યાય અને અધિકારિતા માટે શું છે જોગવાઈ ?
સામાજિક ન્યાય અને અધિકારિતા
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ રૂ. 24,321 કરોડની જોગવાઈ
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે 38 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અંદાજે 7 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ. 575 કરોડની જોગવાઈ
- અનુસૂચિત જાતિના ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1થી 8ના કુમારો અને ધોરણ 1થી 5ની કન્યાઓને રૂ. 500 તથા ધોરણ 6થી 8ની કન્યાઓને રૂ. 750 શિષ્યવૃતિ માટે તેમજ આ તમામ વિદ્યાર્થીઓને રૂ. 600 ગણવેશ સહાય આપવાની શરૂઆત કરવામાં આવશે, જે માટે રૂ. 13 કરોડની જોગવાઈ
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના છાત્રાલયમાં રહેતા વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂ. 1200 સહાય આપવામાં આવે છે, તે વધારી હવે રૂ. 1500 આપવામાં આવશે, જે માટે રૂ. 21 કરોડની જોગવાઈ
- આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને બુટ મોજા પેટે આપવામાં આવતી સહાય રૂ. 200માં વધારો કરી હવે રૂ. 400 આપવામાં આવશે
- ધોરણ 9માં અભ્યાસ કરતી વિકસતી જાતિની અંદાજે 1.60 લાખ કન્યાઓ અને અનુસૂચિત જાતિની 22,500 કન્યાઓને વિના મૂલ્ય સાયકલ આપવા રૂ. 80 કરોડની જોગવાઈ
- સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં છે, આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિની સંસ્થાઓને 25 યુગલની મર્યાદામાં યુગલદીઠ રૂ 2000 તથા યુગલોને રૂ. 10,000 આપવામાં આવે છે. તેના બદલે હવે સંસ્થાઓને યુગલદીઠ રૂ. 3000 તથા યુગલોને રૂ. 12,000 સહાય આપવામાં આવશે, જે માટે કુલ રૂ. 9 કરોડની જોગવાઈ
- ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અંતર્ગત 1000 યુગલોને સહાય આપવા માટે રૂ. 10 કરોડની જોગવાઈ
- પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના 16,830 લાભાર્થીઓને તથા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના 2,900 લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી રૂ 1.20 લાખ સુધીની સહાય આપવા રૂ. 142 કરોડની જોગવાઈ
- અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ 8 નિગમોને રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે રૂ. 100 કરોડની જોગવાઈ
- બોટાદ ખાતે ડૉ. આંબેડકર ભવન બાંધવા રૂ. 2 કરોડની જોગવાઈ
- લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે લઘુમતી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂ 50 કરોડની જોગવાઈ