કોંગ્રેસ નેતા અમિત ચાવડા આકરા મિજાજમાં જોવા મળ્યાં ગાંધીનગર : 15 મી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી યોજાવા જઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા સરકાર પર બજેટ સત્ર શરૂ થાય તે પહેલા આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં જેટલું દૂધ નથી મળતું તેટલો દારૂ મળી રહ્યો છે. જ્યારે જેટલી દવા નથી મળતી તેટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા હતા.
નવી સરકારનું પ્રથમ બજેટ : ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યા બાદ આજ પ્રથમ વખત 15મી વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે. આજની વિધાનસભા બેઠકમાં ઘણા ધારાસભ્યો એવા છે કે જે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા છે અને બજેટ સત્રમાં ભાગ લેશે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ આવતા જ સરકાર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો Gujarat assembly session 2023: ગુજરાતમાં હવે કોંગ્રેસનું વિપક્ષ નેતાનું પદ પણ જોખમમાં, અંતિમ નિર્ણય બાકી
લાખો યુવાનો બેરોજગાર : કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાનું વિધાનસભા બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની પ્રજાએ સરકારને પ્રચંડ બહુમત આપ્યો છે. જનતાની અપેક્ષા પણ સરકાર પાસેથી ખૂબ મોટી છે. આજે પ્રજા મોંઘવારીનો માર્ગ સહન કરી રહી છે. ગુજરાતની અંદર આજે લાખો યુવાનો બેરોજગાર જોવા મળી રહ્યા છે. બીજી બાજુ રાજ્યમાં પેપર ફૂટવાને કારણે અનેક યુવાનો હતાશ જોવા મળી રહ્યા છે. યુવાનો આજે ફૂટેલી સરકાર હોય તેવું મહેસુસ કરી રહ્યા છે.
દૂધ મળતું નથી પણ દારૂ મળી રહ્યો છે : વધુમાં જણાવ્યું હતું ગુજરાતને એક સલામત ગુજરાત તરીકેની ઓળખ હતી. પરંતુ આજે તે સલામત ગુજરાતમાં બહેન દીકરીઓની હત્યાના બનાવો બની રહ્યા છે. ખેડૂતોની આવક બમણી થશે તેવા વચનો આપવામાં આવ્યા હતા. તે ગુજરાતનો ખેડૂત આજે દેવાદાર બની ગયો છે. જે દરેક ગુજરાતીના માથે દેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ ભાંગી ગઈ છે. રાજ્યમાં જેટલું દૂધ નથી મળતું તેટલો દારૂ મળી રહ્યો છે. જેટલી દવા મળતી નથી તેટલો ડ્રગ્સ ગુજરાતમાં મળી રહ્યું છે. જેથી ગુજરાતની જનતાને આ વખતે સરકાર પાસેથી ખૂબ મોટી અપેક્ષા છે.
આ પણ વાંચો Gujarat Assembly Live Update: છટકબારીનો કાયદો લાવી કોને છાવરવા માગો છો
જૂની પેન્શન યોજના લાગુ થવી જોઈએ : ગુજરાતમાં મોંઘવારીમાં ખેડૂતોને દેવામાં માફ થાય, ખેડૂતોની આર્થિક ઉન્નતિ થાય તેવું આ બજેટમાં જોગવાઈ થવી જોઈએ. પેપર ફૂટે છે, રોજગારી મળતી નથી, શિક્ષણ મોંઘો થયું છે જેથી શિક્ષણ સસ્તું થાય રોજગારી રોજગારી મળે, જનતાને GST જેવા ટેક્સમાંથી રાહત મેળવી જોઈએ. જૂની પેન્શન યોજના માટે જે કર્મચારીઓ આંદોલન કરતા હતા તેમને પણ આ બજેટમાં રાહત મળવી જોઈએ. તમામ વર્ગના લોકોને આ વખતના બજેટમાં આશાઓ રાખી રહ્યા છે.
જનતાના પૈસાનો સદુપયોગ થવો જોઈએ : પ્રજાના ટેક્સના પૈસા સરકારના ઉત્સવ કે નવી ગાડીઓ ખરીદવા માટે ઉપયોગમાં ન થવો જોઈએ. પરંતુ આ બજેટમાં રાજ્યની જનતાને મોંઘવારીમાંથી રાહત, યુવાઓને રોજગાર અને ખેડૂતોને પણ આવકમાં વધારો થાય તેવું બજેટ રજુ કરવુ જોઈએ. જનતાને રાહત મળે તેવી સરકાર પાસેથી આશા રાખી રહ્યા છીએ. અમે વિપક્ષ તરીકે જે સરકારનો ભ્રષ્ટાચાર, પ્રજાના પ્રશ્નોની વાચા આપી મજબૂત વિપક્ષ તરીકે પ્રજાની પડખે ઊભા રહીશું.