ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ ધમકાવતી હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ, ચૂંટણી પંચને કરી રજૂઆત

રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષો વચ્ચે આમને સામને ફરિયાદ (police threatened Baldevji Thakor) દાખલ થવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ ગાંધીનગર ક્લોલના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બળદેવજી ઠાકોરને સ્થાનિક પોલીસ દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે. (Gujarat Assembly Election 2022)

પોલીસ ધમકાવતી હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ, ચૂંટણી પંચને કરી રજૂઆત
પોલીસ ધમકાવતી હોવાનો બળદેવજી ઠાકોરનો આક્ષેપ, ચૂંટણી પંચને કરી રજૂઆત

By

Published : Nov 29, 2022, 11:32 AM IST

ગાંધીનગર : રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરતા જોવા મળે છે, પરંતુ આ આક્ષેપ દરમિયાન કેટલીક વખત ફરિયાદ પણ જોવા મળતી હોય છે. ત્યારે કલોલ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને હાલ ઉમેદવાર બલદેવજી ઠાકોરે (Threat to Baldevji Thakor) ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે કે તેમના મત વિસ્તાર રવા કલોલમાં સ્થાનિક પોલીસે ધાક ધમકી આપવાનો પ્રયાસ કરેલો છે. (Baldevji Thakor complained Election Commission)

કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બળદેવજી ઠાકોરને સ્થાનિક પોલીસ દ્વારા ધાક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ

પોલીસ ગુંડાની જેમ ધમકી આપી કોંગ્રેસના ઉમેદવાર બલદેવજી ઠાકોરે આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહપ્રધાનના ઈશારે કલોલ PI સહિત SOG અને ગાંધીનગર IG કચેરી સતત ધમકી આપવામાં આવી રહી છે. જોકે ચૂંટણી દરમિયાન પોલીસની ભૂમિકા સ્પષ્ટ હોવા જોઇએ, પરતું અહીં પોલીસ મતદારો સહિત કોંગ્રેસ પાર્ટીના કાર્યકતાઓને ધમકાવી રહી છે. કલોલ સિટી પીઆઈએ ત્રણ સમર્થકોને બોલાવીને ધમકાવ્યા હતા. મારી પાસે કોઈ મજબૂત માણસ ના રહે તે પ્રકારનું કૃત્ય પોલીસ કરી રહી છે. (police threatened Baldevji Thakor)

જે મદદ કરે છે તેમને ફસાવવાની ધમકી જોકે સતત મળી રહેલી ધમકીના પગલે કોંગ્રેસ પક્ષના સિનિયર નેતા એવા સી.જે. ચાવડા સહિત બળદેવજી ઠાકોર ચૂંટણી પંચની ઓફિસે પહોંચીને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર અને કલોલ પોલીસ કોંગ્રેસના કાર્યકતાઓને દારૂના કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યા છે. આ ઉપરાંત બિલ્ડર અને વેપારીઓ જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મદદ કરી રહ્યા છે તેવા વેપારીઓ અને બિલ્ડરને પણ અન્ય કેસોમાં ફસાવી ધમકી આપીને કોંગ્રેસની મદદ નહિ કરવાની વાત કરી રહ્યા છે. (Congress Party candidate from Kalol)

અમિત શાહના ઈશારે વધુમાં જણાવવામાં આવ્યું કે, પોલીસના અધિકારીઓને લાલચ છે કે તેવો ગૃહપ્રધાનનું આ કામ કરશે. તો આગામી સમયમાં સારી જગ્યાએ પોસ્ટિંગ મળી શકે તેમ છે. જોકે હાલ આક્ષેપ સમક્ષ ભાજપ પક્ષમાંથી કોઈ પ્રતિઉત્તર આવ્યો નથી અને ચૂંટણી પચ આ સમગ્ર મામલે તપાસ કરશે તેવું આશ્વાસન કોંગ્રેસ પક્ષને આપવામાં આવ્યું છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details