ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) મતદાન માટેની હવે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા પોલીસના જવાનો (Police personnel on duty in assembly elections) અધિકારીઓ અને SRP, GRD અને SRD જવાનો માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટ (Postal Ballot by Election Commission) અને જિલ્લા કક્ષાએ મતદાનની સુવિધા કરવામાં આવી છે. 24 અને 25 નવેમ્બર 2022ના રોજ અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ જવાનોએ મતદાન (Police personnel voting in districts of Gujarat) કર્યું હતું. ત્યારે અત્યાર સુધીમાં કુલ 45,696 જવાનોએ અને અધિકારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે પોસ્ટલ બેલેટથી મતદાન 7 ડિસેમ્બર સુધી યથાવત રહેશે.
કેટલા પોસ્ટલ બેલેટનો કરવામાં આવ્યો ઉપયોગ?ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી 2022માં (Gujarat Election 2022) અનેક જવાનો કે જે પોતાના જિલ્લામાં ફરજ બજાવતા નથી. અન્ય જિલ્લામાં તેઓ ફરજ બજાવી રહ્યા છે, ત્યારે પોતાના વિધાનસભા મતવિસ્તારમાં પોતાનું મતદાન કરવા માટે ચૂંટણી પંચ દ્વારા ફોર્મ નંબર 12D ઇસ્યુ (Form 12D issued by Election Commission) કરવામાં આવ્યું છે. જેમાં પોસ્ટલ બેલેટથી જવાનો મતદાનની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. જ્યારે આ માટે દરેક જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પ્રમાણે નોડલ અધિકારીની નિમણૂક (Appointment of Nodal Officer District wise) કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ચૂંટણી પંચ દ્વારા કુક 1,30, 210 બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ફક્ત 45,696 જવાનોએ મતદાન કર્યું છે.
જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેઓને જિલ્લા કક્ષાએ સુવિધાઓગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોલીસના જે જવાનો પોતાના આજે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓ માટે એસપી કચેરી ખાતે અને પોલીસ કમિશનરની ઓફિસ (Office of the Commissioner of Police) ખાતે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જેમાં 24 અને 25 નવેમ્બરના રોજ મતદાન પણ થયું હતું. ત્યારે ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 74 ટકા જેટલું મતદાન એસપી કચેરી ખાતે જ કરી દેવામાં આવ્યું હતું.
1414 જવાનો મતદાર યાદીમાં નામ જ નહીંપોલીસ તંત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પોલીસના કર્મચારીઓની મતદાન પહેલા જ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યમાં પોલીસ SRP હોમગાર્ડ GRD અને SRDની કુલ 1,37,002 મહેકમ છે જેમાં અત્યાર સુધીમાં કુલ 1,32,426 જેટલા જવાનો અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જ્યારે 1414 જવાનો મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે અથવા તો ચૂંટણી કાર્ડના હોવાને પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયા નથી. જ્યારે આજ દિન સુધીમાં 49,899 અધિકારી અને કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પ્રાપ્ત થયા છે. જેમાંથી 36,743 જવાનોએ મતદાન કેન્દ્રો પરથી 8953 જવાનોએ પોસ્ટ મારફતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.