- લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળશે સવલત
- એક સ્ટેશન પર 10 ઇ-બાઇક મુકાશે
- પ્રાઇવેટ એજન્સીને આપ્યો પ્રોજેક્ટ
ગાંધીનગર: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇ-બાઇક પ્રોજેક્ટ પ્રાઇવેટ એજન્સીને આપવામાં આવશે. જેના ટેન્ડરની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઈક મુકવામાં આવશે. આગામી 4 મહિના જેટલા સમયમાં રોડ પર ઇ-બાઇક દોડતા જોવા મળશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પીસી દવેએ કહ્યું કે, પ્રાઇવેટ એજન્સીને આ પ્રોજેક્ટ આપવામાં આવશે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા સવલત મળશે.
આ પણ વાંચો:Dream Projects Of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સ, નામના પણ અને કામના પણ ખરાં..!
જ્યા ગુડાના પ્રોજેક્ટના જી-બાઇક છે ત્યાં જ ઇ-બાઇક મુકવામાં આવશે
જ્યા ગુડાના પ્રોજેક્ટના જી-બાઇક છે ત્યાં જ ઇ-બાઇક મુકવામાં આવશે, અત્યારે ગુડા દ્વારા જુદા-જુદા સ્ટેશનો પર જી-બાઇક ચલાવવામાં આવે છે. જેમાં સાઈકલનો પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો છે અત્યારે જી-બાઇકના સ્ટેશનોમાં સાયકલની મેન્ટેનન્સનું કોઈપણ પ્રકારનું કામ થતું નથી. આ પ્રોજેક્ટ નિષ્ફળ જતા કોર્પોરેશન દ્વારા ઇ-બાઇકનો પ્રોજેક્ટ જી-બાઇકના સ્ટેશન પર જ શરૂ કરવામાં આવશે. 80 જેટલા સ્ટેશનો પર 4 મહિના જેટલા સમયમાં ઇ-બાઇકના સ્ટેશનો મુકવામાં આવશે. લોકોની સવલત માટે ઇ-બાઈક પ્રોજેક્ટ અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ લાવવામાં આવશે.
આ પણ વાંચો:Bullet Train Project : સંપૂર્ણ પ્રોજેક્ટ ઇકો ફ્રેન્ડલી રહેશે, જાણો સુરતમાં બની રહેલા 'ગ્રીન સ્ટેશન' વિશે…
કોર્પોરેશનને કોઇ નુકશાન નહીં
કોર્પોરેશનને કોઇ નુકશાન નહીં ફક્ત જગ્યા આપશે, એજન્સી તેમના ખર્ચથી ચલાવશે ઈલેક્ટ્રીક બાઈકનો આ પ્રોજેક્ટ કોર્પોરેશન પબ્લિક પ્રાઈવેટના ધોરણે ચલાવશે. જેથી પ્રાઇવેટ એજન્સીને ફક્ત જગ્યા જ આપવામાં આવશે અને સ્ટેશનો માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. કોર્પોરેશન ફક્ત આટલી સુવિધા પૂરી પાડશે. જોકે તેનો તમામ ખર્ચ પ્રાઇવેટ એજન્સી કરશે, જેથી કોર્પોરેશનને કોઇ નુકશાન નહીં થાય. દરેક સ્ટેશન પર 10 જેટલા બાઈક મુકવામાં આવશે. જો કે શરૂઆતના ધોરણે મોટા અને જરૂરી સ્ટેશન શરૂ કરાશે, ત્યારબાદ ધીમેધીમે વધુ સ્ટેશનો લોકોના રિસ્પોન્સને જોતા શરૂ કરવામાં આવશે.