રાજ્યમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેનશ્ન યોજના હેઠળ અમરેલી જિલ્લામાં તા.31.3.19ની સ્થિતિએ 2885 અરજીઓ મળી હતી. જેમાંથી 2451 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 340 અરજી નિયત વય ન ધરાવતા હોવાને કારણે રદ્દ કરાઈ છે. ગૃહમાં સુરત (ઉત્તર)ના ધારાસભ્ય કાંતિભાઈ બલર દ્વારા અમરેલી જિલ્લામાં ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ કેટલી અરજી મંજૂર થઈ છે, તે સંદર્ભે સવાલ કર્યો હતો.
ગુજરાતમાં નિરાધાર વૃદ્ધોને 750 રૂપિયા પેન્શન ચૂકવે છે રાજ્ય સરકાર - HELPFULL
ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ચર્ચા કરવામાં આવી હતી, આ સંદર્ભે વિપક્ષે સરકારને આડે હાથ લીધી હતી. આ અંગે કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે રાજ્યના નિરાધાર વૃદ્ધો માટે ચાલી રહેલી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો.
જેનો જવાબ આપતા કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતુ કે રાજ્યમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકાર દ્વારા 550 અને કેન્દ્ર સરકાર દ્વારા 200 એમ કુલ મળીને 750 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે 80 વર્ષથી વધુ વયના વયસ્યકોને 500 રાજ્ય સરકાર અને 500 કેન્દ્ર સરકાર એમ કુલ મળી 1000 રૂપિયા આપવામાં આવે છે.આ યોજનાની માહિતી તાલુકા મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીના સેવા કેન્દ્રો પર ઉપલ્બ્ધ થશે. આ અરજી મંજૂર કરવાની સત્તા મામલતદાર પાસે છે.
ઈશ્વર પરમારે જણાવ્યું હતુ કે રાજ્યમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ 92 હજાર વૃદ્ધોને માસિક 750ની સહાય ચુકવવામાં આવે છે. જે સીધુ અરજદારના ખાતામાં જમા કરવામાં આવશે.