ગુજરાત

gujarat

રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને મળશે 3 ટકા મોંઘવારી ભથ્થું, સરકારી તિજોરી પર વાર્ષિક 1071 કરોડનો ખર્ચ વધશે

By

Published : Jun 29, 2019, 7:02 PM IST

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થાનો 1 જાન્યુઆરી 2019થી અમલ કરી દીધો હતો. જેનું ચુકવણું રાજ્ય સરકાર જુલાઈ માસના પગાર સાથે કરશે. રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને 3%મોંઘવારી ભથ્થું મળશે, સરકારી તિજોરી પર વાર્ષિક 1071 કરોડ નો ખર્ચ વધશે..

મોંઘવારી ભથ્થા બાબત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મોંઘવારી ભથ્થુ ગુજરાત સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2019ના જ અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ ચુકવણું કરવામાં આવ્યું ન હતું, જે ચુકવણું 1 જુલાઈથી બાકીનું તમામ ચુકવણું એકસાથે કરી દેવામાં આવશે. જેમાં રાજ્યના કુલ 9,61,638 જેટલા કર્મચારીઓ તથા પેન્શનરોને લાભ મળશે, રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયના કારણે રાજ્ય સરકારને વાર્ષિક રૂપિયા 1071 કરોડનો વધારાનો ખર્ચ થશે.

રાજ્યના 9 લાખથી વધુ કર્મચારીઓને મળશે 3 ટકા મોંઘવારી ભથ્થું, સરકારી તિજોરી પર વાર્ષિક 1071 કરોડનો ખર્ચ વધશે

આમ રાજય સરકાર દ્વારા આજે મહત્વના બે નિર્ણયો કરવામાં આવ્યા હતા, જેમાં કર્મચારીઓ અને પેન્શનરોને 3 ટકા DA અને ફિક્સ પગાર ધરાવતા શિક્ષકોને પગાર વધારો કરી આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને તેમનો ચુકવણું રોકડમાં જ ચૂકવી દેવામાં આવશે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, જુલાઈ 2019ના પગારની ચુકવણી સાથે આ 3 ટકા મોંઘવારી ભથ્થાનો વધારો 1 જાન્યુઆરીથી ગણીને જુલાઇ 2019ના પગાર સાથે તેનું એકસાથે ચુકવણું કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details