ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે અમુક સમયે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે રાજ્ય સરકાર પાસે હેલિકોપ્ટર અને પ્લેન સરકારના માલિકીના છે, ત્યારે રાજ્ય સરકાર અને હેલિકોપ્ટર મેન્ટેનન્સ સ્ટાફ માટે વર્ષ 2019માં કુલ 3,59,92,310 કરોડનો ખર્ચ કર્યો હોવાનું વિધાનસભાની પ્રશ્નોતરીમાં બહાર આવ્યું છે.
CM વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દિવ્ય કાર્ય માટે અમુક કિલોમીટરથી વધુ કિલોમીટરના અંતરે જવું હોય, ત્યારે તેઓ હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. આ સાથે જ ખાસ ટ્રેનનો પણ ઉપયોગ કરતા હોય છે. એમની પાછળ પણ મેન્ટેનન્સ પાયલોટ અને અન્ય સ્ટાફ માટે રાજ્ય સરકાર કરોડો રૂપિયાનો ધુમાડો કરતી હોવાનું સામે આવ્યું છે.