ગુજરાત

gujarat

ETV Bharat / state

પવિત્ર યાત્રાધામ અંબાજી પરિસરના કામમાં ગેરરીતી થતી હોવાનો સરકારે સ્વિકાર કર્યો - ગાંધીનગર

ગાંધીનગર: અંબાજી મંદિર ખાતે માર્બલ ફ્લોરીંગના કામમાં ગેરરીતી અથવા નબળી કામગીરી થતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરે આ મામલે તપાસ કરી રહ્યા છે. જો કે, આ અંગે કોઈ રીપોર્ટ સરકારને અપાયો ન હોવાનું પણ જણાવ્યું છે.

Ambaji Temple

By

Published : Jul 25, 2019, 12:39 PM IST

અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, જેમાં બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના પ્રશ્ને સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની સરકારને બે ફરિયાદ મળી છે. જો કે આ અંગેનો કોઈ રીપોર્ટ સરકારને અપાયો ન હોવાથી 40 લાખની ચુકવણી અટકાવવામાં આવી હોવાનું સરકાર દ્વારા જણાવાયું હતું.

પવિત્ર યાત્રા ધામમાં આ પ્રકારની ગેરરીતિને લઈ અત્યારે સરકાર દ્વારા આ ગેરરીતિ સ્વીકારવામાં આવી છે. પરંતુ આ વાતને સરકાર દ્વારા કડકાઈથી અમલ કરી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કોંગ્રેસ પક્ષે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details