ગૌરવ દહીયાએ કમિટી સમક્ષ 4 કલાક સુધી નિવેદન આપ્યું, 5 જુલાઇએ ફરી આપશે નિવેદન
ગાંધીનગર:દિલ્હીની યુવતી દ્વારા ગુજરાતના IPS અધિકારી ગૌરવ દહિયા પર છેતરપિંડીના આક્ષેપો લગાવવામાં આવ્યા છહતા.જ્યારે ગાંધીનગર પોલીસમાં લીના સિંધ દ્વારા પોલીસ અરજી પણ કરવામાં આવી હતી. જેથી મામલો ખૂબ ચગ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપીને કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં કમિટીના સભ્યોએ દિલ્હીમાં યુવતીની તપાસ કર્યા બાદ 3 જુલાઇના રોજ ચાર કલાક સુધી ગૌરવ દહિયાની પૂછપરછ કરી હતી.
આ બાબતે તપાસ કમિટીના અધ્યક્ષે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે કમિટીના સભ્યો દ્વારા યુવતીનું નિવેદન લેવામાં આવ્યું હતું. જ્યારે ચા કલાક સુધી IPS ગૌરવ દરિયાનું નિવેદન પ્રક્રિયા વધુ કરવામાં આવી હતી. જેમાં ગૌરવ દહીયાએ કમિટીને સંપૂર્ણપણે સહકાર આપી રહ્યા હતા. જેમાં હજુ વધુ નિવેદન લેવામાં આવશે. સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને 5 જુલાઇના રોજ સરકારમાં રજૂ કરવામાં આવશે.જ્યારે આ સમગ્ર ઘટનામાં ગૌરવ દહિયાએ જણાવ્યું હતું કે, મેં મારા પક્ષને કમિટી સમક્ષ રજૂઆત કરી છે તમામ પ્રકારના નિવેદનો આપ્યા છે જ્યારે હજુ નિવેદન બાકી હોવાથી આવનારા દિવસોમાં વધુ પ્રક્રિયામાં પણ હું સાથ-સહકાર આપીશ.