બિનસચિવાલય પરીક્ષા મામલે, SITની મુદ્દતમાં 7 દિવસનો વધારો
ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. જેને લઈને છેલ્લા 3 દિવસથી ઉમેદવારો રસ્તા પર આંદોલન કરવા બેઠા હતા. રાજ્ય સરકારે આ મુદ્દે તાત્કાલિક સીટ કમિટીની જાહેરાત કરી હતી. SITની બેઠક શનિવારે રજાના દિવસે પણ સચિવાલય ખાતે આવેલ સામાન્ય વહીવટ વિભાગના કમિટી હોલમાં બેઠક મળી હતી. જ્યારે હવે સોમવારે 10 દિવસ પૂર્ણ થાય છે. SITની કમિટીના અધ્યક્ષ કમલ દાયાણી જાહેરાત કરી હતી કે, કમિટી હજુ 7 દિવસ કાર્યરત રહેશે.
આજે રજાના દિવસે સચિવાલય ખાતે કમિટીની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ ઉમેદવાર કે જે પુરાવા આપ્યા છે. તે અંગેની પણ તપાસ કરવામાં આવી હતી, જ્યારે જણાવ્યા પ્રમાણે ઉમેદવારો દ્વારા આપવામાં આવેલ તમામ પુરાવાનું હવે એફ.એસ.એલ.ની મદદથી સચોટ રીતે તપાસ કરવામાં આવશે. જ્યારે સોમવારે કમિટીના 10 દિવસ પૂર્ણ થઇ રહ્યા છે. સોમવારે રિપોર્ટ સબમીટ કરવો શક્ય ન હોવાને કારણે કમિટી વધુ સાત દિવસ વધાર્યા છે. જેથી હવે કમિટીના રિપોર્ટ 23 ડિસેમ્બરના રોજ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.