ગાંધીનગર રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં બજેટ દરમિયાન રુપિયા 500 કરોડનું બજેટગૌશાળા માટે ફાળવણી કરી હતી. ગૌશાળાના આગેવાનોએ ગાંધીનગરમાં મહા આંદોલનની શરૂઆત કરી હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિકસહાય આપવા રૂપિયા 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના(Gaumata poshan Yojana) જાહેર કરેલી છે. જેમાં હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોને પણ આ લાભ આપવામાં આવશે.
સમક્ષ રજુઆતો સરકારની યોજના આ યોજના અન્વયે ગૌશાળા-પાંજરાપોળમાં રાખવામાં આવતા પ્રત્યેક પશુ માટે રોજના રૂપિયા 30 પ્રમાણે સહાય અપાશે, રાજ્યની વિવિધ પાંજરાપોળ, ગૌશાળાઓ જે પબ્લીક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત નોંધાયેલ છે પરંતુ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમના દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલનપ્રધાન રાઘવજી પટેલ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી, આવી સંસ્થાઓ, ગૌશાળા-પાંજળાપોળો અને ગૌભક્તોની લાગણીનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપ્યો છે. સરકારે નિર્ણય કર્યો છે કે હવે, મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાનો લાભ આવી જે સંસ્થાઓ, ગૌશાળાઓ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમને પણ અપાશે.