ગાંધીનગર : જૈન સમાજની ધાર્મિક આસ્થાનું દેવસ્થાન એવું ગાંધીનગરના માણસા ખાતે આવેલું મહુડી મંદિર છે. આ મંદિરમાં કાલી ચૌદસના હવનનું ખુબ મહત્વ છે. લોકો દેશ વિદેશથી ગુજરાતના મહુડી મંદિરમાં આવે છે, ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં મહુડી મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરની છાપ ખરાબ કરી છે. ટ્રસ્ટીઓએ મંદિરમાંથી સોનાના વરખની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને માણસા પોલીસ કાયદેસર ફરિયાદ દાખલ કરીને નિલેશ કાંતિલાલ મહેતા અને સુનિલ મહેતાની ધરપકડ કરી છે.
કેવી રીતે ચોરીને આપ્યો :માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ફરિયાદી ભુપેન્દ્ર વોરા ફરિયાદમાં લખાયું હતું કે, ઘંટાકર્ણ મહાવીર મંદિરના ટ્રસ્ટીઓ તરીકે કાર્યરત હતા. તે દરમિયાન મંદિરના સોનાના વરખમાંથી આશરે 700થી 800 ગ્રામ સોનાની વરખ કે જેની કિંમત આશરે 45 લાખ રૂપિયા થાય છે. જેમાં આરોપી નિલેશ મહેતા અને સુનિલ મહેતાએ વરખની ચોરી કરી હતી અને તમામ સ્ટાફને અંધારામાં રાખીને ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે ભગવાન દાદાને ચઢાવવામાં આવેલ સોનાની વરખ તે ચડાવ્યા પછી ડોલમાં મૂકવામાં આવે છે.
રોકડ રકમની પણ ચોરી :તમામ ટ્રસ્ટીઓની હાજરીમાં જ સોનાની વરખ ડોલમાં ભંડાર રૂમમાં મૂકવામાં આવે છે. જ્યારે બંધ રૂમમાંથી ડોલ કાઢવામાં આવે ત્યારે તમામ ટ્રસ્ટીઓ હાજર હોવું જરૂરી હોય છે, પરંતુ આ લોકોએ પોતાની રીતે જ સોનાના વરખની ડોલ તેમજ સોના ચાંદીની લગડીઓ બહાર કાઢેલી હતી અને એકાઉન્ટની ઓફિસમાં લઈ જઈને અન્ય લોકોને જમવા જવાનું કહીને ચોરીને અંજામ આપ્યો હતો. જ્યારે રોકડ રકમની ચોરીમાં CCTVમાં પણ સ્પષ્ટ દ્રશ્યો સામે આવે છે. જેમાં આરોપી વધુ રૂમાલની અંદર રૂપિયાનું બંડલ લઈને કોઠાર રૂમમાં ફરતા દેખાય છે.
સુખડની બોટલ મંગાવી : ભગવાન દાદાને ચડાવવામાં આવતી સોનાની વરખમાં સુખદની સુગંધ આવે છે, ત્યારે એકાઉન્ટની ઓફિસમાં સુખડની સુગંધ સોનાની વરખમાંથી ન આવે તે માટે નિલેશ મહેતાએ મંદિરના પૂજારી જનકભાઈ પાસેથી તેલ મંગાવેલું હતું. જેનાથી સુખડની સુગંધ ન આવે અને વરખ જેવું જ લાગે અને તે તેલ પોતાના બે હાથમાં ઘસીને અને શરીર પર લગાડી દીધું હતું. જેના કારણે સોનાના વરખના ઉતારામાં સુખડના તેલનું મિશ્રણ હોય છે, ત્યારબાદ નિલેશ મહેતાએ સોનાના વરખની ડોલ એકાઉન્ટની ઓફિસમાં લાવ્યા હતા.