ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar News : પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો સચિવાલયમાં પહોંચી, કર્ણાટક ચૂંટણી બાદ વિસ્તરણની શક્યતાઓ

ગુજરાત કેબિનેટ વિસ્તરણની અટકળો પાટનગર ગાંધીનગરની ગલીઓમાંથી સચિવાલય સુધી પહોંચી છે. ગત વર્ષે ડીસેમ્બરમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારની રચના થઇ ત્યારે લઘુ કદનું પ્રધાનમંડળ બનાવાયું છે. ત્યારે એમાં નિયમ મુજબ હજુ કેટલાક પ્રધાનોનો ઉમેરો થઇ શકે એમ છે. તેવામાં પ્રતિનિધિત્વ વગરના જિલ્લાઓમાંથી પ્રધાનપદું અપાય તેવી ગણતરીઓ થઇ રહી છે.

Gandhinagar News : પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો સચિવાલયમાં પહોંચી, કર્ણાટક ચૂંટણી બાદ વિસ્તરણની શક્યતાઓ
Gandhinagar News : પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો સચિવાલયમાં પહોંચી, કર્ણાટક ચૂંટણી બાદ વિસ્તરણની શક્યતાઓ

By

Published : Apr 25, 2023, 7:08 PM IST

ગાંધીનગર : 8 ડિસેમ્બર 2022 ના દિવસે ગુજરાત વિધાનસભાનું ઐતિહાસિક પરિણામ જાહેર થયું જેમાં ભારતીય જનતા પાર્ટીને 156 બેઠકો પ્રાપ્ત થઈ અને કોંગ્રેસને ફક્ત 17 બેઠકમાં જ સંતોષ માનવો પડ્યો ત્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં 25 જેટલા પ્રધાનો હશે તેવી ચર્ચાઓ શપથવિધિ પહેલા શરૂ થઈ હતી પરંતુ શપથવિધિમાં ફક્ત 17 જેટલા જ પ્રધાનો એ શપથ લીધી ત્યારે હવે ફરીથી સચિવાલયમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વહેતી થઈ છે અને કર્ણાટકની ચૂંટણી બાદ તથા લોકસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા પ્રધાનોનો સમાવેશ થાય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે.

ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સૌથી ઓછા પ્રધાનો :ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં ફકત 17 જેટલા જ પ્રધાનોની નિમણૂક કરવામાં આવી છે. જે સૌથી નાનું પ્રધાન મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં 4 પાટીદાર ચહેરા, 7 ઓબીસી, 2 ST અને 1 SC ધારાસભ્યને પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં કુલ સીએમ સહિત 24 જેટલા પ્રધાનોની નિયુક્તિ કરવામાં આવી હતી. વિજય રૂપાણીની સરકારમાં 20 પ્રધાનો હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 17 પ્રધાનો અને 15 ટકા નિયમ પ્રમાણે પ્રધાનો ગણીએ તો 23 જેટલા પ્રધાનો નિમણૂક થઈ શકે છે. આમ હજુ 6 જેટલા નવા પ્રધાનોની નિમણૂક લોકસભા ચૂંટણી પહેલા થવાની શક્યતાઓ છે.

કયા જિલ્લા પ્રતિનિધિત્વ વગરના : રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ વગરના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગર શહેર, રાજકોટ શહેર, કચ્છ, અમરેલી (કૌશિક વેકરીયાને ઉપદંડકની જવાબદારી સોંપાઈ), સુરેન્દ્રનગર, ડાંગ, સાબરકાંઠા, મોરબી, પોરબંદર, જૂનાગઢ , આણંદ સરકારમાં પ્રતિનિધિત્વ વગરના જિલ્લાઓ તરીકે જોવાઇ રહ્યાં છે.

મહત્વના ખાતાઓ જેમાં અલગ પ્રધાનની જરૂર:ગુજરાતની રાજનીતિના વિશ્લેક્ષક દિલીપ ગોહિલે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગના મહત્વના ખાતા તેમની પાસે છે. જેના અલગ પ્રધાન હોવા ખૂબ જરૂરી છે. જેથી ભુપેન્દ્ર પટેલ પાસે મહત્વના ખાતાઓ છે. આના અલગપ્રધાનો પણ ભૂતકાળની સરકારમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે કામનું ભાષણ ઓછું થાય અને વિભાગને પણ અલગ સ્વતંત્ર પ્રધાન મળે તે હેતુથી પણ વિસ્તરણ થવાની શક્યતાઓ છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં અનેક પ્રધાનો પાસે વધારાના ખાતા છે જેથી પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની શક્યતાઓ છે.

ગુજરાત સરકારની કેબિનેટ

સરકારની કોઈ અસર જોવા મળતી નથી : દિલીપ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે જો વિસ્તરણ કરવાનું થાય તો નવી સરકાર આવે. એમાં 15 ટકા પ્રધાનો બનાવવાનો નિયમ છે. શક્ય હોય ત્યાં સુધી 15 ટકા પ્રધાનો બનાવી લેવા જોઈએ. જેથી વહીવટર સરળ રીતે થઈ શકે. જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની કોઈ ખાસ પ્રકારની છાપ ઊભી થઈ નથી. જ્યારે પ્રથમ સરકારમાં પણ કોઈ છાપ ઊભી થઈ ન હતી. ત્યારે આવા સંજોગોમાં લોકસભાની ચૂંટણી પહેલા દરેક વિભાગમાં કામગીરી થાય, જે બાકી રહી ગયા છે તેવા લોકોને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ઉત્તર ગુજરાતના વિસ્તારને પ્રતિનિધિત્વ મળે અને એકાદ-બે જ્ઞાતિ ગણતરી હોય તેને પણ ધ્યાનમાં લઈને પ્રધાન પદ આપવું પડે. જેથી લોકસભાની ચૂંટણી પહેલાંની તૈયારીઓ અત્યારથી થઈ શકે.

પ્રધાન પ્રતિનિધિત્વ

પહેલા બોર્ડ નિગમ બાદમાં વિસ્તરણ : દિલીપ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે હાલના સમયમાં અત્યારે વિસ્તરણ થાય તેવી શક્યતા ખૂબ ઓછી લાગે છે. કારણ કે લોકસભાની ચૂંટણી નજીક હશે ત્યારે જો જરૂર હશે તો થશે. અથવા તો લોકસભાની ચૂંટણી પછી જ વિસ્તરણની શક્યતાઓ વધારે છે. એની પહેલા નિગમો અને બોર્ડમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. આમ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વેચાણની વાત કરવામાં આવે તેને ધ્યાનમાં લઈને પહેલા બોર્ડ નિગમોની નિમણૂક થશે અને જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે. તેને ધ્યાનમાં લઈને તમામ લોકોને સાચવવામાં આવશે અને આ રીતે જ તમામ પ્રદેશોને ઝોનને સાચવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details