ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 15 મી વિધાનસભાનું ગઠન થયા બાદ આજે સત્તાવાર રીતે ગુજરાત વિધાનસભા દ્વારા અલગ અલગ કમિટીઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસો માટે સમિતિ પંચાયતી સમિતિ માટેનું ચૂંટણીનું પરિણામ આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યું છે. જેમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોર્ટમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
અંદાજ સમિતિ શું છે: અંદાજ સમિતિમાં દર વર્ષે પ્રથમ સત્રની શરૂઆતમાં અંદાજ સમિતિની રચના કરવામાં આવે છે. પણ 15મી વિધાનસભામાં પ્રથમ સત્રની બાદ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં મનીષા વકીલને પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. આ સમિતિ અંદાજપત્રમાં સુધારેલા ખર્ચના અંદાજોની તપાસ કરે છે અને તે અંદાજો અંતર્ગત નીતિ અનુસાર કોઈ ફેરફાર અથવા તો કાર્યક્ષમતામાં સુધારો અથવા તો વહીવટી સુધારા અંગેનો અહેવાલ આપે છે અને તેને અમલ કરવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવે છે.
અંદાજ સમિતિ સભ્યોના નામ :મનીષા વકીલને પ્રમુખને પ્રમુખ બનાવાયાં છે. તે સાથે અન્ય 14 સભ્યોના નામમાં તુષાર ચૌધરી, બલરાજસિંહ ચૌહાણ, કનુભાઈ પટેલ, હર્ષદ પટેલ, ભગવાનજી કરગતિયા, ભગાભાઈ બારડ, શંભુનાથ ટુંડિયા, ગોવિંદભાઈ પરમાર,અર્જુનસિંહ ચૌહાણ, માનસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, સંગીતા પાટીલ, વિનોદ મોરડીયા અને અરવિંદ પટેલનો સમાવેશ થયો છે.
આ પણ વાંચો Karnataka Assembly Elections : કર્ણાટકની ચૂંટણી માટે ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી મહત્વની જવાબદારી
જાહેર હિસાબ સમિતિ : જાહેર હિસાબ સમિતિમાં પણ પંદર સભ્ય હોય છે. આ સમિતિમાં સરકારના એકેય પ્રધાનો સમિતિમાં સભ્યપદ રહી શકતા નથી. રાજ્યના વિનિયોગ હિસાબો નાણાકીય હિસાબો કેગનો અહેવાલ તપાસીને સમિતિને અહેવાલ તેઓ રજૂ કરે છે. સાથે સાથે અહેવાલ ઉપર સરકારે લીધેલા પગલાં વિશે પણ સમિતિ ચકાસણી કરે છે અને તે અંગેના મંતવ્યો પણ અહેવાલમાં જણાવવામાં આવે છે.
જાહેર હિસાબ સમિતિના સભ્યો : આ સમિતિમાં જીતુ વાઘાણી, પ્રવીણ માળી,ડોક્ટર સી જે ચાવડા, વિનેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, કાંતિલાલ અમૃતિયા, જયેશ રાદડિયા, હેમંત આહીર, અર્જુન મોઢવાડિયા, સી કે રાહુલજી, ઈશ્વરસિંહ પટેલ, અરવિંદ રાણા, કુમાર કાનાણી અને નરેશ પટેલનો સમાવેશ કરાયો છે.
પંચાયતી રાજ સમિતિ : દરેક વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆતમાં પંચાયતી રાજ સમિતિનો રચના કરવામાં આવે છે. આ સમિતિમાં વિધાનસભા પોતાના સભ્યમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંત અનુસાર 15 સભ્યો હોય છે. જ્યારે આ સમિતિની શરૂઆત 9 માર્ચ 1981ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ એક સપ્ટેમ્બર 1987 થી ગુજરાત વિધાનસભામાં નિયમોની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતોના હિસાબ પરના સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકોના ઓડિટ અહેવાલ તપાસીને સમિતિ તેનો અહેવાલ સમક્ષ રજૂ કરે છે.