ગુજરાત

gujarat

ETV Bharat / state

Ambedkar Birth Anniversary: ગાંધીનગર ખાતે 50 હજારથી વધુ લોકોએ અંગીકાર કર્યો બૌદ્ધ ધર્મ - સ્વંયમ સૈનિક દળ દ્વારા દલિત સમાજનો મોટો કાર્યક્રમ

ગાંધીનગરમાં સ્વંયમ સૈનિક દળ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 50,000થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એસસી એસટી રિઝર્વેશન અમારે નથી જોઈતું પરંતુ મૂલ્ય નિવાસી રિઝર્વેશન શરૂ કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 14, 2023, 11:00 AM IST

Updated : Apr 14, 2023, 5:50 PM IST

50 હજારથી વધુ લોકોએ અંગીકાર કર્યો બૌદ્ધ ધર્મ

ગાંધીનગર:આજે 132મી ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે ગાંધીનગરના રામકથા મેદાનમાં બૌદ્ધ ધર્મના સાધુઓએ હજારોની સંખ્યામાં લોકોનો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરાવીને વર્તમાન ધર્મનો બહિષ્કાર કરાવ્યો હતો. જ્યારે વર્ષ 2028 સુધીમાં 1 કરોડ લોકો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરશે તેવી જાહેરાત સભામાં કરવામાં આવી હતી.

તમામ જિલ્લાથી આવ્યા હજારો લોકો: સ્વયમ સૈનિક દળના આગેવાનીમાં થયેલ બૌદ્ધ ધર્મ અંગીકારમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લોકો ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યારે રામ કથા મેદાનનો સંપૂર્ણ તૈયાર કરાયેલો ટોમ પણ ખીચોખીચ ભરાઈ ગયો હતો. લગભગ 30,000 જેટલા લોકો ડોમમાં હતા પરંતુ સ્વંયમ સૈનિક દળ દ્વારા 50,000 લોકોનો ક્લેમ કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં ધર્મનું દુષણ:સ્વયં સૈનિક દળના આગેવાને જણાવ્યું હતું કે આજે તમામ રાજ્ય અને સમગ્ર દેશમાં ધર્મનો દુષણ છે એસસી એસટી સાથે અન્યાય થઈ રહ્યો છે. મહિલા ઉપર દુષ્ક્રર્મ કરીને તેને મૃત્યુ આપવામાં આવી રહ્યું છે અને સરકાર ફક્ત ચાર લાખ રૂપિયાની સહાય જ આપે છે. જ્યારે અનેક લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે પરંતુ બોલતા નથી અને જે બોલે છે તેમને કહી ન્યાય મળતો ન હોવાથી આ ધર્મમાંથી નીકળીને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં સ્વંયમ સૈનિક દળ દ્વારા કાર્યક્રમ

આ પણ વાંચો:Ambedkar Birth Anniversary: આંબેડકર જયંતિ પર કુલ 1500થી વધુ લોકો બૌદ્ધ ધર્મ સ્વીકારશે

કલેકટર કચેરીઓમાં અરજી પેન્ડિંગ: સ્વયમ સૈનિક દળના આગેવાન વિનય પરમારે જણાવ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં લોકો બૌદ્ધ ધર્મનો અંગીકાર કરશે. જ્યારે કેટલા લોકોને પરવાનગી આપવામાં આવી છે તે બાબતમાં ETV ભારતના પ્રશ્નના જવાબમાં વિનય પરમારે જણાવ્યું હતું કે હાલમાં જે લોકો ડોમ માં હાજર હતા એ તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે જ્યારે કલેકટર કચેરીમાં આ તમામ લોકોને બૌદ્ધ ધર્મના અંગીકાર માટેની અરજીઓ કરી છે. જેમાં અનુક લોકોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે હજુ કલેકટર કચેરીઓમાં અરજી પેન્ડિંગ પડી છે. જે આગામી સમયમાં મંજૂરી મળશે આ સતત પ્રક્રિયા ચાલુ જ રહેશે.

તમામ જિલ્લાથી આવ્યા હજારો લોકો

આ પણ વાંચો:Ambedkar Birth Anniversary: કમલમ ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર જન્મજયંતીની ઉજવણી

2028 સુધીમાં 1 કરોડ લોકો બૌદ્ધ ધર્મનું અંગીકાર કરશે: ગાંધીનગર રામ કથા મેદાનમાં બૌદ્ધ ધર્મના અંગીકાર બાદ સ્વયંમ સૈનિક દળના કાર્યકર્તા દેવેન્દ્ર મકવાણા જન સંબોધન તથા જણાવ્યું હતું કે ગુજરાતમાં 2020-21 માં આ કાર્યક્રમ યોજવાનો હતો પરંતુ કોરોનાના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને આજે આ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જ્યારે વર્ષ 2028માં ફરીથી આવો એક કાર્યક્રમ યોજાશે જેમાં એક કરોડ લોકો પોતે ધર્મનો અંગીકાર કરશે. જ્યારે સ્વયં સૈનિક ધર્મનો આયોજન હવે દેશના તમામ એસસી એસટી સમાજને એક થવાનું છે આ માટે એક માસ્ટર પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. એસસી એસટી રિઝર્વેશન અમારે નથી જોઈતું પરંતુ મૂલ્ય નિવાસી રિઝર્વેશન તથા શરૂ કરવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી.

Last Updated : Apr 14, 2023, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details