ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વાયરસના પગલે વિધાનસભા અધ્યક્ષે વિધાનસભામાં આવતા મુલાકાતીઓ માટે લીધો મહત્વનો નિર્ણય - speaker

કોરોના વાયરસના વધતા જતા પ્રભાવને કારણે ગુજરાત સરકારે થોડા દિવસો અગાઉ બે સપ્તાહ સુધી શાળા-કોલેજ આંગણવાડી અને મલ્ટીપ્લેક્સ થિયેટરો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કોરોના વાઇરસને લઈ વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા આવતા તમામ મુલાકાતીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Gandhinagar: Legislative Assembly
Gandhinagar: Legislative Assembly

By

Published : Mar 17, 2020, 12:11 PM IST

Updated : Mar 17, 2020, 12:24 PM IST

ગાંધીનગર : વિશ્વ અને દેશમાં કોરોના વાઇસરની મહામારી સર્જાઈ છે. જેને લઈ સાવચેતીને ધ્યાને રાખી ગુજરાત સરકારે પહેલા જ એક નિર્ણય લઈ લીધો હતો, ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી નિહાળવાની તમામ ગેલેરી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે ગૃહના મુખ્ય ગેટ જ્યાંથી મુલાકતીઓ પ્રવેશતા હોય છે. ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી મુલાકાતીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે.

કોરાના વાઇરસના પગલે વિધાનસભા અધ્યક્ષે વિધાનસભામાં આવતા મુલાકાતીઓ માટે લીધો મહત્વનો નિર્ણય

જો કે ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ પોઝિટિવ આવ્યો નથી, પરંતુ સાવચેતી અને સલામતીના ભાગરૂપે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Last Updated : Mar 17, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details