પાટનગરની ધરતી ઉપર દરરોજ રાજકારણનું યુદ્ધ જોવા મળે છે. પરંતુ આજે વિધાનસભાની સામે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં આકાશી યુદ્ધ જોવા મળતું હતું. મોટી સંખ્યામાં ઋષિવંશી સમાજના આગેવાનો હેમરાજ પાડલીયા, ધવલ પાડલીયા, ભાવેશ ચૌહાણ, જ્યારે એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ અમિત પારેખ, સહિતના કાર્યકરો, રાધે રાધે ગ્રુપના પક્ષી બચાવોની કામગીરી કરતા તન્મય પટેલ રાહુલ સુખડિયા સહિતના સભ્યો પતંગ ચગાવતા જોવા મળ્યા હતા.
પાટનગરના આકાશમાં આકાશી યુદ્ધ, સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પતંગ રસિકોથી ભરાયું - ghandhinagar festival news
ગાંધીનગરઃ સમગ્ર દેશમાં ઉતરાયણ તહેવાર મનાવવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં તેનું ખૂબજ મહત્વ છે. ગુજરાતીઓ ઉતરાયણના દિવસે આકાશી યુદ્ધ ખેલવા જોવા મળતા હોય છે. કાપ્યો છે... કાપ્યો છે... લપેટ... લપેટ...ની ચિચિયારીઓ કરતા જોવા મળતા હોય છે, ત્યારે આજે ગાંધીનગર શહેરના મધ્યમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે યુવાનોએ આકાશી યુદ્ધ ખેલ્યું હતું. જેનાથી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન છલકાઈ ગયું હતું.
gandhinagar-kite-festival-with-etv-bharat
ગુજરાતી ટીવી સિરીયલના કલાકાર અને સ્વચ્છતા અભિયાનના ડીસા અને ગાંધીનગર પાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર જનક ઠક્કર પણ etv ભારતના પતંગોત્સવમાં મહેમાન બન્યા હતા. તેમણે કહ્યું કે પતંગોત્સવને યુવાનોનો પ્રિય તહેવાર છે. તેની સાથે સ્વચ્છતાનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. ઉત્તરાયણની સાથે અનેક યુવાનો ભૂતકાળ જોડાયેલો હોય છે. જેનાથી તેના સંસ્મરણો યાદ કરવાથી પણ એક પ્રકારની ખુશી મળતી હોય છે.
Last Updated : Jan 14, 2020, 5:25 PM IST