રાજ્યમાં સરકાર દ્વારા અલગ-અલગ 45 જેટલા નિગમ ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે, પરંતુ સરકારમાં નોકરી કરતા હોવા છતા સચિવાલયના કર્મચારીઓ અને બોર્ડ નિગમના કર્મચારીઓ વચ્ચે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.
ગાંધીનગરમાં બોર્ડ નિગમ મંડળના સ્નેહમિલનમાં એરિયર્સ મુદ્દે પુર્ન સરકારને ઘેરવાની રણનીતિ
ગાંધીનગર: ગુજરાત રાજ્ય કર્મચારી બોર્ડ નિગમ મહામંડળનું દિવાળી બાદ સ્નેહમિલન શુક્રવારના સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે યોજાયું હતું. બોર્ડ નિગમ સાથે સંકળાયેલા અલગ અલગ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કેટલાય સમયથી સરકારમાં એરિયર્સ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ એરીયસ ચૂકવવામાં આવતું નથી. તેને લઈને બોર્ડ નિગમ દ્વારા ફરીથી આંદોલનના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સરકારની તમામ યોજનાઓ પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવે છે. રજૂઆતો કર્યા બાદ બોર્ડ નિગમના કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવે છે. હજુ પણ સાતમા પગાર પંચનું એરિયર્સ નિગમના કર્મચારીઓને ચુકવવામાં આવ્યુ નથી.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે શુક્રવારે બોર્ડ નિગમ મંડળના હોદ્દેદારોની સ્નેહમિલન યોજાયું હતું. મંડળના પ્રમુખ પ્રવીણ સુતરીયાએ કહ્યું કે, સરકારમાં પહેલા સાતમા પગાર પંચને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. હવે તેના એરિયર્સને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્રણ વર્ષ થવા છતા સરકારમાં તેમની વાત સાંભળવામાં આવતી નથી. સ્નેહમિલનમાં તમામ હોદ્દેદારો દ્વારા સરકાર સામે જો એરીયર્સના આપે તો લડવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ફરીથી એક વખત આવેદન અને માસ સી.એલનો કાર્યક્રમ આપવામાં આવશે.