- લાંચિયાઓને ડામવા માટે મહેસૂલ પ્રઘાને વિડિઓ કોંફરન્સ થકી મોટું નિવેદન આપ્યું
- સરકારી કર્મચારીઓ લાંચ માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરીને મોકલો
- મહેસુલ વિભાગમાં તમામ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે
ગાંધીનગર : રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ગુરુવારે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતેથી રાજ્યભરના જિલ્લા કલેક્ટરો-પ્રાંત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી મહેસુલ વિભાગના પડતર પ્રશ્ર્નો અને કામગીરીની સમિક્ષા કરી હતી. તેમજ પેન્ડીંગ કામો અંગે જિલ્લા કલેક્ટરો પાસે જવાબ માંગી કામગીરીમાં ઝડપ લાવવા અધિકારીઓને ટકોર કરાઇ હતી. રાજકોટ કચેરીમાં બિનખેતીની 500 જેટલી ફાઈલો પેન્ડીંગ તેમજ અશાંત ધારાની ફાઈલોનો નિકાલ થતો ન હોવાની રેવન્યુ પ્રેકટીસ કરતાં વકીલોએ ગઇકાલે ઉઠાવેલી ફરિયાદની પણ મહેસુલ પ્રઘાને નોંધ લીધાનું જાણવા મળ્યું છે.
- ક્યાં મહત્વના મુદ્દા પર કરાઈ ચર્ચા
- શક્ય હોય ત્યાં સુધી મેટર રિમાઈન્ડ કરવાને બદલે ગુણદોષ પર નિકાલ કરવો જોઈએ
- મિલકત બાબતની તકરારમાં અરજી અપીલ કરવામાં વિલંબ થયો હોય તો વિના અરજી સાથે કરેલ મેરીટ મુજબ નિકાલ કરવો
- ચુકાદા ઝડપથી આપવા સુનાવણી ઝડપથી કરવી સાંભળવાની તકથી વંચિત રાખવા નહીં
- પ્રશ્નમાં પ્રજાજનો સીધી રીતે સંકળાયેલા છે તેવી બાબતો અંગે વીડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાના પ્રશ્નો સંદર્ભે સંવેદનશીલ બનીને કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે
- મેહેસૂલી બાબતોના કે સુનાવણીમાં થતો વિલંબ નિવારવા હવે પોતાની મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ હોવાથી અઠવાડિયામાં મંગળવાર અને ગુરુવારે દિવસ અપીલની સુનાવણી કરવાની સૂચના આપી છે તથા ત્રણ દિવસમાં જજમેન્ટ આપવાની સૂચના પણ આપવામાં આવી છે અને શક્ય હોય ત્યાં સુધી 3 થી વધુ મુદત આપી ન જોઈએ
- પ્રજાજનો પ્રશ્નોના સ્થળ ઉપરજ નિકાલ માટે ટૂંક સમયમાં મહેસુલી સેવા મેળાનું અને કેમ્પનું આયોજન કરવામાં આવશે જેની જવાબદારી કલેકટર અને પ્રભારી પ્રધાનોને કરીને કરવાની રહેશે
- ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ઘર માટે સરળતાથી મળી રહે તે માટે ગામતળની દરખાસ્તો દસ દિવસમાં નિકાલ કરવા અને જ્યાં ગામ તળ ન હોય ત્યાં 15 દિવસમાં દરખાસ્તો મંગાવવાની સૂચના આપવામાં આવી છે
- વર્ષ 2024 સુધીમાં સૌના માટે તેમનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે જેના માટે પડતર શહેરી વિસ્તારની દરખાસ્તો નો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવો
- જુદાજુદા વિભાગો જાહેર હેતુ માટે થયેલ માંગણીઓ જેવા કે આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ માર્ગ-મકાન વિભાગ વિભાગ વગેરેની દરખાસ્તો તથા આંતર માળખાકીય પ્રોજેક્ટની દરખાસ્તોનો ઝડપથી નિકાલ કરવાનો રહેશે
- બિનખેતીના પ્રકરણોમાં ઔદ્યોગિક ખેતીની જમીનોના પરવાનગીના પ્રકરણોમાં વિલંબ ન થાય અને મીઠા ઉદ્યોગની અરજીઓ નિકાલ થાય તે સૂચના આપવામાં આવી છે
- જમીન સંપાદનનો મામલામાં ઝડપથી નિકાલ થાય અને વિલંબના કારણે સરકાર પર થતું વ્યાજનું ભારણ અટકે તે મુજબ દરખાસ્તનો તુરંત નિકાલ કરવો
- નામદાર કોર્ટમાં ચાલતા કેસમાં સરકાર તરફથી જવાબદાર અધિકારી ઉપસ્થિત રહીને યોગ્ય વિગતો પૂરી પાડે તેવી પણ સૂચના આપવામાં આવી છે
- રીસર્વેની કામગીરીમાં જિલ્લાવાર મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેના ઉપાયો દરેક કલેકટર પાસેથી સાત દિવસની અંદર મંગાવવામાં આવ્યા છે ત્યારબાદ વિભાગ દ્વારા એક ઉચ્ચસ્તરીય કમિટીની મીટિંગ કરીને જે તે ઉકેલ માટેનું આયોજન કરવામાં આવશે
- તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓના માટે અપાયેલ જમીનોમાં જમીનોની કોઈ બિનઅધિકૃત વેચાણ અથવા તબદીલ થઇ હોય તો દરેક કલેક્ટરો દ્વારા સુઓમોટો કાર્યવાહી કરી નિયમાનુસાર રિપોર્ટ કરીને જમીનનો હક જે ધાર્મિક સંસ્થા અથવા તો સરકાર પાસે પરત લઇ લેવો
- સરકારી ગૌચર જમીનમાં થયેલાં દબાણો નિયમિત સમીક્ષા થાય અને નવા દબાણો ઉપસ્થિત ન થાય તે માટે સૂચના આપવામાં
કલેકટર ઓફિસમાં જઈને ચકાસણી કરાશે
લાંચિયા કર્મચારીઓને મહેસુલ પ્રઘાને ખુલ્લી ચીમકી આપી હતી. મહેસુલ વિભાગના કર્મચારી અધિકારીઓ પૈસા માગતા હોય તો તેમનો વીડિયો રેકોર્ડિંગ કરી સરકાર સુધી પહોચાડવા લોકોને અપીલ કરી છે. તેમજ હવે મહેસુલ વિભાગમાં તમામ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. તેમની સાથે વીડિયો કોન્ફરન્સથી મીટિંગ કરાશે. મહેસુલ વિભાગ દ્વારા કેટલીક ટીમો પણ બનાવવામાં આવી રહી છે, તે કલેકટર ઓફિસમાં સીધી જઈને ચકાસણી કરશે. લોકોના પેન્ડિંગ પ્રશ્નોના ઝડપથી નિકાલ આવે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.