ગુજરાત

gujarat

By

Published : Apr 12, 2023, 8:47 AM IST

ETV Bharat / state

Gandhinagar Cabinet Meeting: બે પ્રધાનોની ગેરહાજરીમાં બેઠક, લેવાઈ શકે છે આ મોટા નિર્ણય

દર બુધવારે ગુજરાત રાજ્યમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક ખાસ બેઠનું આયોજન કરાય છે. જેમાં આગામી પ્રોજેક્ટ અને વિકાસલક્ષી કામની ચર્ચા વિચારણા થાય છે. આ બેઠકમાં રાજ્ય તેમજ કેબિનેટ કક્ષાના પ્રધાનો જોડાય છે. પણ આજે બુધવારે યોજાનારી બેઠકમાં 2 પ્રધાન હાજરી નહીં આપે. જુદા જુદા પ્રધાનોને સોંપવામાં આવેલી જવાબદારીને કારણે તેઓ હાજરી આપી શકે એમ નથી.

Gandhinagar Cabinet Meeting: બે પ્રધાનોની ગેરહાજરીમાં બેઠક, લેવાઈ શકે છે આ મોટા નિર્ણય
Gandhinagar Cabinet Meeting: બે પ્રધાનોની ગેરહાજરીમાં બેઠક, લેવાઈ શકે છે આ મોટા નિર્ણય

ગાંધીનગર:દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષ બેઠકનું આયોજન થાય છે ત્યારે 12 એપ્રિલ બુધવારના રોજ સંકુલ એકમાં આવેલ કેબિનેટ ખંડમાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ કેબિનેટ બેઠકમાં બે પ્રધાન જેમાંથી એક રાજ્ય કક્ષાના અને એક કેબીનેટ કક્ષાના પ્રધાનો ગેરહાજર રહેશે.

આ પણ વાંચોઃ Kutch News: ભુજનું કુનારિયા ગામ કે જેણે રાજ્ય નહી, પણ સમગ્ર દેશ માટે આદર્શ ગામનું ઉદાહરણ

સમીક્ષા બેઠકઃરાજ્ય સરકાર દ્વારા આ વખતે પહેલેથી નજીક સુજલામ સુફલામ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા મળનારી બેઠકમાં સુજલામ સુફલામ યોજના નું સમીક્ષા કરવામાં આવશે અને કેટલા ચેકડેમ નદી તળાવ માં કામગીરી કરવામાં આવી તે બાબતનો રીવ્યુ પણ વિભાગો પાસેથી લેવામાં આવશે.

પ્રધાનોની ગેરહાજરીઃકેબીનેટ બેઠકમાં તમામપ્રધાબોને હાજર રહેવાનું ફરજીયાત હોય છે પણ રાજ્ય સરકાર ના 2 પ્રધાનો જગદીશ વિશ્વકર્મા અને બળવંતસિંહ ડાબી તામિલિનાડુમાં ગુજરાત તાલીમ મહોત્સવને કારણે ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાથી તેઓ કેબીનેટ બેઠકમાં હાજર નહીં રહી શકે. જ્યારે બંને પ્રધાનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મંજુરીથી તમલીનાડુના પ્રવાસે ગયા છે.

અપાઈ શકે છે સૂચનાઃગુજરાતમાં હવે ઉનાળો અને ગરમી પોતાનો અસલી રંગ દેખાડી રહ્યો છે. અમદાવાદમાં યેલો જાહેર કરી દેવાયું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારીક બેઠકમાં તમામ શહેરો માટે તથા ગરમીથી બચવા માટે લોકોએ શું કરવું અને શુ ન કરવું તે માટે જે તે વિભાગને સૂચના અપાઈ શકે છે. વિભાગ દ્વારા ગરમીને લઈને ખાસ એસઓપીની પણ જાહેરાત થઈ શકે છે.

આ પણ વાંચોઃ Botad News: ગામની દરેક દીવાલ છે ગણિતના સૂત્રોથી સુસજ્જ, જાણો બોટાદની જ્ઞાનવર્ધક દીવાલો વિશે

પેકેજની ચર્ચાઃરાજ્ય સરકાર દ્વારા ગત કેબિનેટ બેઠકમાં માવઠાનો નુકસાન બાબતનો સર્વે પૂર્ણ કર્યાનો રિપોર્ટ બાબતે ચર્ચા કરી હતી ત્યારે આજની બેઠકમાં કેટલા ખેડૂતોને કઈ રીતે અને કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવી તે બાબતની પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર 500 થી 700 કરોડ રૂપિયાની જાહેરાત કરે તેવી પણ શક્યતાઓ છે.

ઉજવણી બાબતે આયોજનઃ14 એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં આ બાબતનું આયોજન પણ થઈ શકે છે ત્યારે કેબિનેટ બેઠકમાં આયોજનની અંતિમ સ્વરૂપ અપાઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં ૬૦ હજારથી વધુ દલિત સમાજના આગેવાનો અને યુવાનો મહિલાઓ ભેગા થવાના છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ સમીક્ષા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details