ગાંધીનગર: અમદાવાદ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાંથી વિદેશ જવાનો ક્રેઝ છેલ્લા ઘણા દિવસથી સામે આવી રહ્યો છે અને એમાં પણ જો ગેરકાયદેસર રીતે અમેરિકામાં જવાનો ક્રેઝ અત્યંત ખરાબ રીતે ગુજરાતમાં સામે આવી રહ્યો છે. આવી જ એક એવી ઘટના બની ગાંધીનગરમાં કે જેમાં વિદેશ જવાની લાયમાં એક કરોડ રૂપિયા રોકડા ગુમાવવાનો વારો આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?: ગેરકાયદેસર વિદેશ લઈ જવા માટે ગાંધીનગર ખાતે એક એવી ઘટના બની કે રોકડા એક જ દોઢ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે રમેશભાઈ ચૌધરી નામના વ્યક્તિ ગાંધીનગરમાં કન્સલ્ટન્સી ચલાવે છે અને ગોવિંદભાઈ તેમના મિત્ર છે. સાથે જ દિલ્હીના એજન્ટો સાથે પણ આ બંનેનો સંપર્ક હતો પરંતુ અમુક લોકો ગાંધીનગરથી ગેરકાયદે અમેરિકા જવા માટે દિલ્હીના એજન્ટોએ એક કદોડ રૂપિયા બતાવવાની શરત મૂકી હતી. તે શરત મુજબ ગાંધીનગરના કોબા પાસે આવેલ રોયલ હોટલમાં એક કરોડ રૂપિયા રોકડા લઈને રમેશભાઈ ગોવિંદભાઈ અને ત્રીજો સક્ષ પણ હાજર હતો. આ ઉપરાંત દિલ્હીથી આવેલા ચાર જેટલા એજન્ટો પણ તેમની પાસે હાજર હતા અને આ દરમિયાન જ હોટલના રૂમની અંદર દિલ્હીથી આવેલા શખ્સોએ ત્રણેય વ્યક્તિને માદક પદાર્થ અથવા તો આંખમાં ભૂકી નાખીને બેભાન અવસ્થામાં કરી દીધા હતા અને ત્યારબાદ એક કરોડ રૂપિયા લઈને નાસી છૂટ્યા છે.
'રોકાણ કરો તો તગડો ફાયદો થશે':બાદમાં દોઢેક મહિના પછી એજન્ટ ગોવિંદ પટેલે ફોન કરીને રમેશભાઈને કહેલું કે, હાલ દિલ્હીમાં રહેતો અને મૂળ પંજાબ-હરિયાણાનો જાસ બાજવા નામનો એજન્ટ મારો મિત્ર છે. જેને હું ત્રણ વર્ષથી ઓળખું છું. જેનું કામ સારું છે અને હાલ એક કપલના પાસપોર્ટ મારી પાસે છે. જેઓને અમેરિકા મોકલવા જાસ બાજવા લેન્ડિંગ પેમેન્ટની શરતે કામ કરવા રેડી છે. તમે રૂપિયાનું રોકાણ કરો તો તગડો ફાયદો થશે. રમેશભાઈના મનમાં લાલચ જાગી હતી. 27 જાન્યુઆરીએ પેસેન્જરોને લઇ એજન્ટો દિલ્હી ગયા. બાદમાં રમેશભાઈ, ગોવિંદ પટેલ અને અન્ય એક દિવ્ય પંચાલ નામના એજન્ટ ભેગા થયા હતા. ત્યારે દિવ્ય પણ તેના બે પેસેન્જરોને ઉક્ત શરતે મોકલવા તૈયાર થઈ ગયો હતો.