ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 4 ધારાસભ્ય સાંસદ બનતા પુનઃ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, ભાજપને ભારે લીડ મળી છે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા ચાર ધારાસભ્યોને ટિકીટ આપવામાં આવી હતી. આ ચારેય ધારાસભ્યો હવે સાંસદ બની ગયા છે. ત્યારે આગામી છ મહિનામાં રાજ્યમાં ચાર વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. પરિણામે આગામી 14 દિવસમાં તમામ ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપશે. નિયમ પ્રમાણે એક વ્યક્તિ એક જ પદ ઉપર રહી શકે છે તેથી રાજીનામું આપવામાં આવે છે. તેથી વિજેતા સંસદ સભ્યો ધારાસભ્ય તરીકે રાજીનામું આપશે.

ફાઇલ ફોટો

By

Published : May 24, 2019, 1:31 PM IST

Updated : May 24, 2019, 2:06 PM IST

લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો કારમો પરાજય થયો છે. જ્યારે ભાજપના તમામ ધારાસભ્યો ભારે લીડથી વિજેતા બન્યા છે. જેમાં ખેરાલુ વિધાનસભા બેઠકના ભરતસિંહ ડાભી, અમરાઈવાડી બેઠકના હસમુખ પટેલ, થરાદ બેઠકના પરબત પટેલ અને લુણાવાડા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડનાર અને પાછળથી ભાજપનો ટેકો જાહેર કરનાર રતનસિંહ રાઠોડ લોકસભાની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. ત્યારે આ ચારેય ધારાસભ્યો આગામી 14 દિવસમાં વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે.

સાંસદ તરીકે શપથ લેતા પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જરૂરી હોય છે. રાજ્યમાં 14 મી વિધાનસભા સતત ખંડિત થતી આવી છે. 99 બેઠક ઉપર આવેલી ભાજપે પોતાની સત્તાનો ઉપયોગ કરીને ધારાસભ્યોને ત્રાજવે તોલી પક્ષ પલટા કરાવ્યા હતા. પક્ષ પલટો કર્યા બાદ રાજ્યમાં લોકસભાની સાથે ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ચારેય કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરીને કોંગ્રેસના હાથનો સાથ છોડ્યો હતો. ત્યારે ભાજપે ચારેય બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. હવે 4 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે. આ પેટાચૂંટણી થરાદ, અમરાઈવાડી, ખેરાલુ અને લુણાવાડા વિધાનસભા બેઠક પર થશે.

Last Updated : May 24, 2019, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details