સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરને ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનાવાશે અને તેઓ ચૂંટણી જીતી જશે.
એસ. જયશંકર જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ પદે રહ્યા હતા. આ પહેલા તેઓ સિંગાપુરમાં હાઈકમીશનર તેમજ ચીન અને અમેરિકામાં રાજદુત પદ પર રહ્યા હતા. ભારત અમેરિકા પરમાણું કરારમાં પણ અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકામાં રાજદુતના પદ પર રહીને તેમણે પ્રશંસનીય કામગીરી કરી હતી. જેથી તેઓ વિદેશ સચિવ પદ સુધી પહોંચ્યા હતા.
વિદેશપ્રધાન એસ. જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભા લડે એવી શક્યતા
ગાંધીનગરઃ ગુજરાતમાંથી રાજ્યસભાના બે સાંસદ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જે બંને ભાજપના પ્રદેશ પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી અને અમેઠીની બેઠક પર સ્મૃતિ ઈરાની લોકસભાની ચૂંટણી જીત્યા છે. તેમણે રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામુ આપ્યું છે. હવે રાજ્યસભાની ચૂંટણી યોજાશે તો ઉમેદવાર કોણ બનશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર બનશે...?
એસ જય શંકરની સફળ કામગીરીને કારણે જે તેમને PM નરેન્દ્ર મોદી વિદેશપ્રધાન બનાવ્યા છે. તેમના ચીન અને અમેરિકા સાથેના સંવાદને કારણે કેબિનટ પ્રધાનમાં વિદેશપ્રધાન બની શક્યા છે. ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે સાંસદ પદે ચૂંટાઈ આવશે. તેમ સુત્રો કહી રહ્યા છે.
Last Updated : Jun 3, 2019, 9:00 PM IST