રાજ્યમાં વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી વરસાદ 15-25 દિવસ સુધી ખેંચાવવાની શક્યતાઓ છે. ત્યારે ખેડૂતો દ્વારા વાવણી તો કરી લેવામાં આવે છે. આ વાવણીમાં ઉપયોગ કરવામાં આવેલ બિયારણ, દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતોને નુકશાન થાય તેવી શક્યતાઓને આધારે ભારતીય કિસાન સંધ દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજુઆત કરીને વર્તમાન સમયમાં જ્યાં વાવણી થઇ ગઇ છે. વરસાદ ખેચાય તવા સંજોગોમાં સરકાર તાત્કાલિક અસરથી 12 કલાક વીજળી આપે જેથી વીજળીના ઉપયોગથી કુવામાંથી પાણી આપી શકાય.
વરસાદી સીઝનમાં ખેડૂતોની માંગ, સરકાર સિંચાઇ માટે 12 કલાકથી વધુ વીજળી આપે - Kisan Sangh
અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, ત્યારે ખેડૂત દ્વારા સરકાર પાસે વધુ સારી ખેતી થઇ શકે તે માટે 12 કલાક વીજળી સરકાર પુરી પાડે તેવી માંગણી કરવામાં આવી છે. ઉપરાંત જો રાજ્યમાં જે જગ્યાએ વાવેતર થઇ ગયુ છે, પરંતુ જો વરસાદ ખેંચાય તો નુકશાનની ભીતી છે તેવા સમયે રાજ્ય સરકાર નુકશાનથી બચવા 12 કલાક વીજળી આપે તેવી માંગ કરી છે. આ લેખિત અરજી કિસાનસંધે રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલને કરી છે.
ફાઈલ ફોટો
વાયુ વાવાઝોડાને કારણે આવેલ વરસાદમાં ખેડૂતોઓ વાવેતર કરી નાખ્યુ છે. ત્યારે વાવેતરમાં ઉપયોગમાં લેવાયેલ બિયારણ અને દવાનુ નુકશાન ના થાય, વાવેતર નિષ્ફળ ના જાય તે અર્થે કિસાન સંઘ દ્વારા સરકાર પાસે 12 કલાક વીજળીની માંગણી કરવામાં આવી છે. જ્યારે ભુતકાળમાં પાક બચાવવા માટે સરકારે આવી રીતે વીજ સપ્લાય કર્યો હોવાની વાત કિસાન સંઘે લેખિતમાં સરકારને જણાવી છે. ત્યારે ફરી વખત કિસાન સંઘ દ્વારા સરકારને રજૂઆત કરી છે.