ગુજરાત

gujarat

ETV Bharat / state

બિનસચિવાલયની પરીક્ષા જાહેર કરતો ફેક લેટર વાઇરલ, સરકારે આપ્યા તપાસના આદેશ

ગાંધીનગર રાજ્યમાં યોજાયેલી બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરિતિ બાદ રાજ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સરકારે પરીક્ષા વિશે તપાસ કરી હતી અને સીટના રિપોર્ટના પ્રમાણે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે હજી સુધી રાજ્ય સરકારે પરીક્ષાની તારીખ જાહેર નથી કરી, ત્યારે સોશિયલ મીડિયામાં બિન સચિવાલયની પરીક્ષા 12 મેના રોજ યોજાશે. તેવા એક પત્ર વાયરલ થયો હતો. જેને લઇને સરકારે તપાસના આદેશ આપ્યા હતા.

gandhinagar
બિનસચિવાલયની પરીક્ષા જાહેર કરતો ફેક લેટર વાઇરલ, સરકારે તાપસના આદેશ આપ્યા

By

Published : Mar 9, 2020, 1:53 PM IST

Updated : Mar 9, 2020, 3:09 PM IST

ગાંધીનગરઃ જિલ્લા વિધાનસભાગૃહમાં કોંગ્રેસપક્ષ દ્વારા સચિવાલયની પરીક્ષા બાબતે સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, બિન સચિવાલય પરીક્ષા રદ કરી છે પરંતુ હજુ સુધી નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.

બિનસચિવાલયની પરીક્ષા જાહેર કરતો ફેક લેટર વાઇરલ, સરકારે તાપસના આદેશ આપ્યા

વર્તમાન સમયમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ કાર્યરત છે માટે આ સમયે બિન સચિવાલયની પરીક્ષા લેવામાં આવશે નહીં. પરંતુ જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ જશે, ત્યારે બિન સચિવાલયની પરીક્ષા બાબતે જાહેરાત કરવામાં આવશે. વિધાનસભા ગૃહમાં જાહેર થયાના બે દિવસ બાદ જ સોશિયલ મીડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

વાયરલ થયેલો ફેક લેટર

વાયરલ થયેલા પરિપત્રમાં ભાષાકીય તથા સત્યતા તેમજ તેને લગતી ભૂલ હોવાનું પણ નિવેદન રાજ્ય સરકારે આપ્યું હતું. જ્યારે ફેસબુક પર પણ રાજ્ય સરકાર ગાંધીનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Last Updated : Mar 9, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details