ગુજરાત

gujarat

ETV Bharat / state

17 મે બાદ રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતા ગુજરાત ફરી ધમધમશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. જેમાં અમુક રાજ્યના મુખ્યપ્રધાનોએ લોકડાઉન વધારવા માટેની મથામણ કરી હતી. ત્યારે જ ગુજરાતની વાત કરવામાં આવે તો ETV BHARATએ વીડિઓ કોન્ફરન્સ બાદ ગુજરાતમાં 17 મે પછી શું થશે તેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં ગુજરાતના રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં છૂટછાટ આપવામાં આવશે તે જ બાબતે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવે જણાવ્યું હતું કે, સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યની 156 નગરપાલિકા ફરીથી કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું.

રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતા ફરી ગુજરાત ધમધમશે
રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતા ફરી ગુજરાત ધમધમશે

By

Published : May 12, 2020, 6:36 PM IST

Updated : May 12, 2020, 7:09 PM IST

ગાંધીનગર : ગુજરાતમાં લોકડાઉન રહેશે કે નહી તે બાબતે ETV BHARAT દ્વારા ખાસ અહેવાલ વડાપ્રધાન મોદીના વીડિયો કોન્ફરન્સના પૂર્ણ થયાના ગણતરીના કલાકો બાદ જ પ્રસિદ્ધ કર્યો હતો. જ્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સમાં સીએમ રૂપાણીની રજૂઆત બાબતે જણાવ્યું હતું કે જૂનાગઢ, જામનગર અને 156 નગરપાલિકાઓ અને તમામ ગામડાઓમાં જનજીવન સામાન્ય કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્યના જે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનમાં કેસ વધી રહ્યા છે તેમા કેસ કંટ્રોલ કરવાની પણ એક યોજના બનાવવામાં આવી છે. આ ઉપરાંત ખેતીવાડી અને વેપારની દ્રષ્ટિ એ જનજીવન વધુ સામાન્ય થાય તે અંગે પણ સીએમ રૂપાણીએ વીડિઓ કોન્ફરન્સમાં પીએમ મોદીને વિગતવાર ચર્ચા કરી હતી.

રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતા ફરી ગુજરાત ધમધમશે
ઉલ્લેખનીય છે કે ETV BHARATએ 15 કલાક પહેલા જ ગુજરાત રાજ્યમાં રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય લોકડાઉન યથાવત નહીં રહે તે બાબતનો ખાસ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. ત્યારે હવે 17 મે બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેવો નિર્ણય લે છે તે જોવું રહ્યું.
Last Updated : May 12, 2020, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details