ગુજરાત

gujarat

ETV Bharat / state

દારૂ વેચવાની પરવાનગી આપો અથવા રોજગારી આપો: શિક્ષિત બેરોજગાર

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળા અને કોલેજોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવે છે, પરંતુ ખાલી જગ્યા ભરવામાં આવતી નથી. શિક્ષિત બેરોજગાર મંચ દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને રજૂઆત કરવા યુવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ન મળતા તેઓ પાછા વળ્યા હતા અને તેઓએ માંગ ઉચ્ચારી હતી.

By

Published : Jan 16, 2020, 7:20 PM IST

Updated : Jan 16, 2020, 7:34 PM IST

etv
રોજગારી આપો અથવા દારૂ વેચવાની પરવાનગી આપો: બેરોજગાર શિક્ષક

ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવા મોરચાના આગેવાન પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં એક પણ ભરતી કરવામાં આવી નથી. સાથે જ અત્યાર સુધી અધ્યાપકો દ્વારા 20થી વધુ વખત લેખિતમાં રાજ્ય સરકારને જાણ પણ કરવામાં આવી છે. તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી, જ્યારે રાજ્યની કોલેજોમાં અનેક જગ્યાઓ ખાલી પડી છે. તે જગ્યા વહેલી તકે ભરાય તેવી માગ ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવાન મોરચા દ્વારા કરવામાં આવી હતી.

રોજગારી આપો અથવા દારૂ વેચવાની પરવાનગી આપો: બેરોજગાર શિક્ષિત

ઉપરાંત જો હવે આગામી દસ દિવસની અંદર એટલે કે 26મી જાન્યુઆરી સુધી ઉચ્ચ શિક્ષણ પામેલા બેરોજગારોને યોગ્ય નોકરી ના આપી શકો, ત્યાં સુધી ગુજરાતમાં દારૂના વેચાણ માટેની પરવાનગી આપવામાં આવે તેવી પણ માગ ઉચ્ચ શિક્ષિત બેરોજગાર યુવા મોરચા દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે નીલમ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 354 કોલેજોમાં કુલ 500થી વધુ પ્રોફેસરની જગ્યા ખાલી છે, જ્યારે એક હજારથી વધુ જગ્યાઓ માટે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે, ડિસેમ્બર 2019 સુધીમાંઆ તમામ જગ્યા ભરવામાં આવશે. તેમ છતાં પણ હજી સુધી કોઈ જ જગ્યા ભરવામાં આવી નથી. આમ ગાંધીનગર ખાતે ઉચ્ચ શિક્ષણ મેળવતા ઉમેદવારો દ્વારા સરકારનો વિરોધ કર્યો હતો.

Last Updated : Jan 16, 2020, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details