ગાંધીનગર મહાનગર પાલિકાના વોર્ડ નં. 3માં ફરીથી ચૂંટણી માટેનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. 24 જુલાઈના 5 જિલ્લાની 5 બેઠકો, 15 જિલ્લાની 33 તાલુકા પંચાયતી બેઠકો એમ કુલ મળીને 54 બેઠકોની પેટાચૂંટણી યોજવામાં આવશે.
જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી બેઠકો માટે 21 જુલાઈએ યોજાશે ચૂંટણી - State
ગાંધીનગર: રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક બેઠકો ખાલી છે. આ બેઠકોને ભરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સોમવારે ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા પંચાયત સહિત રાજ્યની અન્ય જિલ્લા અને તાલુકા પંચાયત પર રહેલી ખાલી બેઠકો પર ફરી ચૂંટણી કરવામાં આવશે.
રાજ્યના ચૂંટણીપંચ મુજબ 24 જૂનના ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે અંગેની નોટિસ અને જાહેરનામાં 1લી જુલાઇના જાહેર કરવામાં આવશે. સાથે જ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જુલાઇના જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, ખાલી પડી રહેલી બેઠકો પર મતદાન(ચૂંટણી) 21 જુલાઇના કરવામાં આવશે. જ્યારે મતદાનનું પરિણામ 23 જુલાઇએ જાહેર કરવામાં આવશે. ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો 9 જુલાઇ સુધી પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, જૂનાગઢ અને ગાંધીનગરના વોર્ડ નં-3ની ચૂંટણી EVM દ્વારા કરવામાં આવશે.