ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટના આદેશ બાદ સરકાર હવે શિક્ષણ માફિયાઓ સાથે સમજૂતી કરવા તૈયાર - Gujarat Education Department

રાજ્યમાં લોકડાઉન વચ્ચે બાળકોનું શિક્ષણ કાર્ય ઓનલાઇન ચાલી રહ્યું છે. તેવા સમયે શાળા સંચાલકો દ્વારા ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. ત્યારબાદ સરકાર દ્વારા શાળા સંચાલકો સામે લાલ આંખ કરવામાં આવતા હાઈકોર્ટમાં ગયા હતા. જેને લઇને હાઇકોર્ટ દ્વારા સરકારને આદેશ કરવામાં આવ્યો છેકે, સંચાલકો સાથે સમજૂતી કરે. આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, નામદાર કોર્ટના આદેશનું પાલન કરીશું. અમે હાઈકોર્ટના આદેશને પડકારીશું નહીં.

ો
સરકાર હવે શિક્ષણ માફિયાઓ સાથે સમજૂતી કરવા તૈયાર

By

Published : Jul 31, 2020, 3:27 PM IST

ગાંધીનગરઃ હાલમાં શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓના વાલીઓ ફી બાબતે મૂંઝવણ અનુભવી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા મગનું નામ મરી પાડવમાં આવતું નથી. તેવા સમયે સરકારે ફી નહી લેવા માટે શાળા સંચાલકોને આદેશ કરતા સંચાલકોએ હાઈકોર્ટની શરણ લીધી હતી. જેને લઇને હવે આ મુદ્દો ગરમાયો છે.

હાઈકોર્ટના આદેશ બાદ સરકાર હવે શિક્ષણ માફિયાઓ સાથે સમજૂતી કરવા તૈયાર

આ બાબતે આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, હાઈકોર્ટે રાજ્ય સરકાર વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરે. શાળા ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખે. રાજ્ય સરકારની ઓનલાઇન શિક્ષણ આપવાની કામગીરી અને નામદાર કોર્ટે બિરદાવી હતી. કોર્ટે વિસ્તૃત ચુકાદો આપવાનો બાકી રાખ્યો છે. કોર્ટે એમ પણ જણાવ્યુ છે કે, શાળામાં ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેવું જોઈએ.

શિક્ષણ પ્રધાને ઉમેર્યુ હતું કે, અમે નામદાર હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીશું. હાઈકોર્ટનો વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ કઈ રીતે આગળ વધવું તે પણ નક્કી કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધી ફી ભરવા દબાણ ન કરવો તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે.

બીજી તરફ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર પોતાને સંવેદનશીલ ગણાવી રહી છે. પરંતુ ખાનગી સંચાલકો સાથે તેમની સાંઠગાંઠ ખુલ્લી પડી રહી છે. સરકાર નાગમતી વાત પર અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવે છે. પરંતુ વિદ્યાર્થીઓની ફી બાબતે સંવેદના જોવા મળતી નથી. સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details