ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના કાળમાં ધન્વંતરિ રથ લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યા છે - ગાંધીનગર લોકસભા

કોરોનાના સંક્રમણ પર નિયંત્રણ મેળવવા માટે ગાંધીનગરમાં કુલ 182 ધન્વંતરિ આરોગ્ય રથ કાર્યરત છે. આ ધન્વંતરિ આરોગ્ય રથ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે. આરોગ્ય સેવા લોકોના ઘર નજીક મળી રહે તે માટે ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત કરાઈ છે. આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે.

ધન્વંતરિ રથ
ધન્વંતરિ રથ

By

Published : Jul 19, 2020, 3:09 AM IST

ગાંધીનગરઃ સરકારે કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારો, શહેરી વિસ્તારો અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા તેમના ઘર નજીક મળી રહે, એ માટે ધનવંતરી આરોગ્ય રથની શરૂઆત કરવામાં આવી છે.

આ રથ દ્વારા લોકોને તાવ, શરદી, ડાયેરિયા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેની સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. ધન્વંતરી રથ અથવા એમ્બ્યુલન્સ એક સુસજ્જ હરતા ફરતા દવાખાના જેમ કાર્ય કરે છે. જેમાં એક ડૉક્ટર, એક ફાર્મસીસ્ટ, એક પેરામેડીકલ સ્ટાફ આરોગ્યલક્ષી સેવાઓ માટે હાજર હોય છે.

આ રથમાં દર્દીની ઓપીડી સમયે તાવ, શરદી, કફ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ગ્લુકોમીટરના ઉપયોગથી લોહીમાં શુગર અને પલ્સ ઓક્સિમીટરથી લોહીમાં ઓક્સિજનના પ્રમાણની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સરકારની ધન્વંતરી યોજનાનો પ્રારંભ 16 જૂનના રોજ કરવામાં આવ્યો હતો.

કોરોના કાળમાં ધન્વંતરિ રથ ગાંધીનગરના લોકો માટે આશીર્વાદ સમાન

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 16 જૂન 2020થી 9 જુલાઈ 2020 સુધીમાં ધન્વંતરી રથ/એમ્બ્યુલન્સ મારફતે કુલ 638 રથ દ્વારા 2,880 સ્થળોએ સેવા આપવામાં આવી છે. જેમાં કુલ 1,15,383 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જેમાંથી 174 મેલેરીયાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત 3 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન 1364 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વેજલપુર વિધાનસભા વિસ્તારમાં 182ધન્વંતરિ રથ દ્વારા 719 સ્થળ પરની કારમગીરી

  • 17,416 દર્દીઓની ઓપીડી
  • તાવ - 109 કેસ
  • કફ, શરદી અને ઉધરસ - 634 કેસ
  • મેલેરિયા - 51 કેસ
  • એન્ટીજન ટેસ્ટ - 586

ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં 161 ધન્વંતરિ રથ દ્વારા 701 સ્થળ પરની કારમગીરી

  • 19,379 દર્દીઓની ઓપીડી
  • તાવ - 146 કેસ
  • કફ, શરદી અને ઉધરસ - 806 કેસ
  • મેલેરિયા - 78 કેસ
  • એન્ટીજન ટેસ્ટ - 224

સાબરમતી વિધાનસભા વિસ્તારમાં 136ધન્વંતરિ રથ દ્વારા 541 સ્થળ પરની કારમગીરી

  • 11,454 દર્દીઓની ઓપીડી
  • તાવ - 123 કેસ
  • કફ, શરદી અને ઉધરસ - 808 કેસ
  • મેલેરિયા - 14 કેસ
  • એન્ટીજન ટેસ્ટ - 397

નારણપુરા વિધાનસભા વિસ્તારમાં 101 ધન્વંતરિ રથ દ્વારા 415 સ્થળ પરની કારમગીરી

  • 11,765 દર્દીઓની ઓપીડી
  • તાવ - 175 કેસ
  • કફ, શરદી અને ઉધરસ - 847 કેસ
  • સીવીયર રેસ્પીરેટરી - 5 કેસ
  • મેલેરીયા - 31 કેસ
  • એન્ટીજન ટેસ્ટ - 139

ગાંધીનગર મ્યુનિસિપલ વિસ્તાર 42 ધન્વંતરિ રથ દ્વારા 450 સ્થળ પરની કારમગીરી

  • 27,811 દર્દીઓની ઓપીડી
  • તાવ - 121
  • કફ, શરદી અને ઉધરસ - 560 કેસ

ગાધીનગર જીલ્લા વિસ્તારમાં 16 ધન્વંતરિ રથ દ્વારા 54 સ્થળ પરની કારમગીરી

  • 27,558 દર્દીઓની ઓપીડી
  • તાવ - 215 કેસ
  • કફ, શરદી અને ઉધરસ - 878 કેસ

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત સરકારની આ કામગીરીને બિરદાવી હતી. આ સાથે જ અન્ય રાજ્યોને પણ ગુજરાત મોડલને અનુસરવા અનુરાધ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details