ગુજરાત

gujarat

ETV Bharat / state

પ.બંગાળ ઘટના સંદર્ભે ગુજરાતના તબીબોને હડતાલ પર ન જવા નીતિન પટેલની અપીલ - nitin patel

ગાંધીનગરઃ પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાને પગલે પ.બંગાળના તમામ તબીબ હડતાલ પર ઉતર્યા છે. જેને લઇને તમામ રાજ્યના તબીબ દ્વારા તેમને પુરતો સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના તબીબ એસોસીએશન દ્વારા રવિવારથી હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. આ ચિમકીને પગેલે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તબીબોને હડતાલમાં ન જવા અપીલ કરી છે.

પ.બંગાળ ઘટના સંદર્ભે ગુજરાતના તબીબોને હડતાલ પર ન જવા નીતિન પટેલની અપીલ

By

Published : Jun 15, 2019, 7:03 PM IST

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અપીલ કરતા જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. તબીબોએ 17મી જૂને હડતાલ પર જવાનું એલાન આપ્યું છે, ત્યારે દર્દીઓના હિતમાં તબીબો હડતાલ પર ન જાય તેવી અપીલ કરી છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે ગુજરાતના તબીબો તથા સ્ટાફની જે લાગણીઓ છે તે કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ પશ્ચિમ બંગાળ સરકારને પણ રાજ્ય સરકાર અચૂક પહોંચાડશે. જ્યારે માનવતાના આ સેવા યજ્ઞમાં પોતાની નૈતિક જવાબદારી સમજીને તેમણે હડતાલ પર ન જવું જોઇએ. રાજ્ય સરકાર હંમેશા તેમની સાથે ઉભી જ છે. રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેમને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના તબીબોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. તેમાં તમામ તબીબો તથા એસોસીએશનનો સહકાર આપીને પોતાની સેવાઓ તથા યથાવત રાખે તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details