ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાનસંઘે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રોડ પર ઉતરશે

ભારતીય કિસાન સંઘના (Bharatiya Kisan Sangh)આગેવાનોએ પડતર પ્રશ્નોની માંગને લઈને અલગ અલગ 3 કેબીનેટ પ્રધાનો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં 56 જેટલા પડતર પ્રશ્નોમાં( Questions facing farmers )સરકાર જલ્દી નિરાકરણ લાવે. પ્રશ્નોનું નિરાકરણ આગામી સમયમાં નહીં આવે તો ખેડૂતો રોડ પર ઉતરીને આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાનસંઘે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રોડ પર ઉતરશે
ભાજપની ભગીની સંસ્થા ભારતીય કિસાનસંઘે સરકાર સામે બાંયો ચઢાવી, પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો રોડ પર ઉતરશે

By

Published : Jun 1, 2022, 9:00 PM IST

ગાંધીનગર: ભાજપ સરકારની ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘના (Bharatiya Kisan Sangh)આગેવાનોએ પડતર પ્રશ્નોની માંગને લઈને ( Questions facing farmers )અલગ અલગ 3 કેબીનેટ પ્રધાનો સાથે બેઠો કરી હતી. જેમાં ખેડૂતોના બિયારણના પ્રશ્નો, મહેસુલના પ્રશ્નો અને ઉર્જાના પ્રશ્નોને લઈને 3 કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલ અને કનુ દેસાઈ સાથે બેઠક કરીને 56 જેટલા પડતર પ્રશ્નોમાં સરકાર જલ્દી નિરાકરણ લાવે નહિ તો આગામી સમયમાં ખેડૂતો રોડ પર ઉતરીને આંદોલન કરશે તેવી ચીમકી ભારતીય કિશન સંઘ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

ખેડૂતો રોડ પર ઉતરશે

ક્યાં મહત્વના પ્રશ્નો બાબતે ચર્ચા -ખેડૂત ખાતેદાર વર્ષોથી મૂળ વતનમાં રહેતા ન હોવાથી અને તેના કોઇ નોમિની પણ ન હોય તો તેમની જમીનના રેકોર્ડમાં ભૂલો રહી જવાના પ્રશ્નો છે. વનવાસી વિસ્તારોમાં ગામ નમુંના 6\12 અને 7\ 12 જેવા પત્રોમાં સામાન્ય ભૂલ ક્ષેત્રફળની ભૂલ પ્રત્યે જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજુબાજુના સરવે નંબર માલિકીના હોય અને વચ્ચે સરકારી પડતર હોય તેવી જગ્યાએ ખેડૂતોને ખેતરમાં આવવા-જવાનો સરકારી પડતર જમીનમાંથી રસ્તો આપવાની માંગ કરવામાં આવી છે.

માહિતી સરકારી કચેરીઓમાં ઓનલાઇન મેળવી શકાય -મહેસુલ વિભાગ તેમજ ક્ષેત્રીય કચેરીઓ દ્વારા પ્રકરણ રજૂઆત કરી હતી. જુદી જુદી વાર ઉત્તરદાતા માંગવામાં આવે છે જેના કારણે વિલંબ થતો હોવાથી એક સાથે પુરાવા માંગવા તે સંબંધી જરૂરી દસ્તાવેજી પુરાવાની જરુરીયાત લાગે તો માહિતી સરકારી કચેરીઓમાં ઓનલાઇન મેળવી શકાય કાયદામાં છતાં સુધારાની અસર આપીને કિસાનોના પક્ષે જે તે ખાતામાં કાનૂની પ્રક્રિયામાં ચાલતા કેસમાં રાહત.

જમીન રેકોર્ડ અનુસાર જ બતાવાય -કેટલાક કિસ્સાઓમાં કુદરતી રીતે જમીનો નદી કોતર ખાડી જેવા ક્ષેત્રમાં હોય ત્યાં ભૂતકાળમાં પુર, કુદરતી અતિવૃષ્ટિ આપત્તિમાં વહેમને કારણે ધોવાઇ જવાથી આજે સ્થળ પર પ્રત્યક્ષ જમીન નથી પણ ત્યાં ખાતેદારના રેકોર્ડમાં જમીન દર્શાવેલ છે. તેવા કિસ્સામાં લગભગ માહિતી અનુસાર જમીન રેકોર્ડ અનુસાર જ બતાવાય છે જે બરાબર છે. પરંતુ અન્ય જમીન ફાળવણી થયેલી છે કે કેમ તેમજ નુકસાનીનું વળતર મળેલ છે કે કેમ તેની તપાસ કરાવી જોઇએ.

આ પણ વાંચોઃરાસાયણિક ખાતરમાં ભાવ વધારો પાછો ખેંચવા કિસાન સંઘની કેન્દ્ર સરકારને રજૂઆત

ખેડૂત કાયમ માટે બાગાયત પાક લઈ શકતા નથી -સરકારી પડતર જમીનમાં બોર અને કુવા માટે બે ગુઠા જમીન મેળવવા માટેની પ્રક્રિયા તાલુકા સાથે મામલતદાર કચેરીએ થવી જોઈએ અને તાત્કાલિક મંજૂરી મળવી જોઈએ. કોઇ પણ કંપનીના વીજ લાઇન નાખવા માટે ખેડૂતને જમીનનો ઉપયોગ થાય છે. તેમાં ખેડૂતોને કાયમી ભાડું તેમજ પાક નુકસાની મળવું જોઈએ કેમકે વીજલાઇન નીચે ખેડૂત કાયમ માટે બાગાયત પાક લઈ શકતા નથી. તળાવ ઊંડા કરવા માટે ગધેડાને માટી ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેમાં ખેડૂતોને કોન્ટ્રાક્ટ કરી આપવામાં આવે તો સરકાર અને ખેડૂતોને ફાયદો થાય. સમયાંતરે જંત્રી દરથી વાઈટ કરવા આ ઉપરાંત મોડાસા તાલુકામાં રીસર્વેની કામગીરીમાં પણ મોટા પ્રમાણમાં બાકી છે.

વીજ બાબતે પણ રજૂઆત -ભારતીય કિસાન સંઘ દ્વારા વીજ બાબતે પણ કેબિનેટ ઉર્જા પ્રધાન કનુ દેસાઇને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં સિંચાઈનું પાણી પુરતા પ્રમાણમાં આપવામાં આવે છે સાથે જે વીજના કર છે તે અલગ-અલગ વીજદર ખેડૂતો પાસેથી ઉઘરાવવામાં આવે છે. આમ ખેડૂતો બિલ એક સમાન આવે પરંતુ વીજબીલ અલગ અલગ આવે છે. જેથી તમામ ખેડૂતોને એક સમાન વીજ બીલ આવે તેવી માંગ પણ રાજ્યના ઉર્જા પ્રધાન સમક્ષ કરવામાં આવી છે.

સરકાર જી.આર બહાર પાડશે -ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આ બાબતે મહેસૂલ પ્રધાન સાથે ચર્ચા થયા બાદ રાજ્ય સરકાર હવે ટૂંક સમયમાં અલગ-અલગ મુદ્દાઓ તૈયાર બહાર પાડશે અને જ્યારે અમુક ઠરાવો પણ પસાર કરવામાં આવશે જ્યારે હજુ જરૂર પડે તો આવનારા સમયમાં ફરીથી બેઠકની તૈયારી પણ સરકારે દર્શાવી છે. ખેડૂત પોતે બેન્કમાંથી લોન લે છે ત્યારે એની નોંધ કરવાની હોય છે એને દૂર કરવા માટે બેન્કની એનઓસી આવી પડે છે. આ પ્રક્રિયામાં બેન્ક જ પોતાની રીતે આ કાર્ય કરે તેવી માંગ પણ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃWater of Namrada in Kutch: કચ્છમાં નર્મદાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખિત મંજૂરીની રાહમાં

સરકાર જલ્દીથી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવે -ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે કે છેલ્લા કેટલાય સમયથી આ તમામ પ્રશ્ન પણ પડતર છે અને કુલ 56 જેટલા પડતર પ્રશ્નોની યાદી રાજ્યના ત્રણ કેબિનેટ પ્રધાન આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ પ્રશ્નોનો ઉકેલ આવે અને જો ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલા તમામ ખેડૂતો રોડ રસ્તા પર ઉતરીને સરકારનો વિરોધ કરશે અને સરકાર વિરોધી આંદોલન પણ કરશે.

ABOUT THE AUTHOR

...view details