દહેગામ શહેરમાં આવેલા સ્ટેશન રોડ વિસ્તારમાં એક મહિલા ડોકટર પાસે એક મુજુરી કરતું દંપતી સારવાર માટે પહોંચ્યું હતું. દંપતી મધ્યપ્રદેશનું રહેવાસી છે. તેમની પત્ની સગર્ભા હતા. તેમને લઈ સરકારી દવાખાને ગયા હતા. સરકારી દવાખાને ભીડ જોઈ અને ત્યાંથી તેઓ પરત ફરી ગયા અને સ્ટેશન રોડ પર આવેલા એક મહિલા ડોકટરના ક્લિનિકમાં સારવાર માટે પહોચ્યાં હતા. આ સમય દરમિયાન મહિલા ડોક્ટરના દવાખાને જ આ સગર્ભાને લેબર પેન શરુ થયું હતું. આ મહિલાએ બાળકનો જન્મ આપ્યો હતો. આ મહિલાની પ્રસુતી દવાખાનાની બહાર જ થઈ હતી. છતાં પણ મહિલા ડોકટર દ્વારા આ પ્રસૂતાને જોવાની પણ તસ્દી લીધી ન હતી. સ્થાનિક લોકો એકઠા થયા હતા. આ મહિલા ડોકટર પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
દહેગામના ખાનગી તબીબ માનવતા ભૂલ્યા, ક્લિનિક બહાર મહિલાની પ્રસુતિ થઈ - gandhinagar
ગાંધીનગર :દહેગામમાં મજૂરી કરી રહેલા મહેશ ભુરીયા નામના યુવકની પત્નીની ડિલિવરી દહેગામ સ્ટેશન રોડ પર જ થઈ હતી. સ્ટેશન રોડ પર આવેલ એક ખાનગી દવાખાનામાં મહિલા ડોકટરને તેમની પત્નીને સારવાર માટે લઇ ગયા હતા. અચાનક લેબર પેઇન થતાં આ મહિલાની સારવાર કરવા માટે ડોકટરે ના પાડી દેતાં આ મહિલાની ડિલિવરી રસ્તા ઉપર જ થઈ હતી.
108માં મહિલાને બેસાડી બાળક અને મહિલાની સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાને દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી હતી. ત્યાં સુપ્રિટેન્ડેન્ટ ડો.સ્વામિનારાયણ દ્વારા આ મહિલાની સાપવાર કરવામાં આવી હતી. બાળક અને મહિલાની વધુ સારવાર અર્થે ગાંધીનગર ખસેડવામાં આવ્યા હતા.
દહેગામ તાલુકામાં 108ની માત્ર ૩ ગાડીઓ છે. કર્મચારીએ જણાવ્યું કે, ઇમર્જન્સી કેસમાં ગાડીઓ કોઈ દિવસ સમય પર પહોંચી શકતી નથી. આટલા મોટા તાલુકામાં લોકો સમય બીમારી માટે પણ 108નો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે ઈમરજન્સી કેસ માટે ગાડીઓ મોડી પહોંચે છે. જો તાલુકામાં એક ગાડી માત્ર ઈમરજન્સી કેસ માટે જ ફાળવવામાં આવે તો કેટલાક લોકોના જીવ બચી શકે છે.