ગાંધીનગર રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ (CM Bhupendra Patel)સ્થાન હેઠળ કેબિનેટ બેઠકનું આયોજન( Gujarat Cabinet meeting)કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટની કામગીરી બાબતે જાહેરાત કરી હતી. આ બેઠકમાં શૈક્ષણિક 2022-23 અને 23-24 માર્ચ ધોરણ 9 અને 10 ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમાં 2600 જેટલા શિક્ષકોની ભરતિ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.
2600 શિક્ષકોની ભરતી થશેરાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ (teachers Recruitment in Gujarat)દ્વારા 2600 જેટલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર માસના અંત સુધીમાં કરવામાં આવશે, આ વર્ષની રોસ્ટર પદ્ધતિ મુજબ 5360 પૈકીની 2600 શિક્ષકોની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર માસના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે જ્યારે અગાઉ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 3300 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં તમામ નવા શિક્ષકોને શાળામાં પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું છે.
77,953 શિક્ષકોની બદલી હજુ પેન્ડિંગશિક્ષણ વિભાગમાં શિક્ષકોની બદલીઓ (Transfer teachers in Education Department)હાઇકોર્ટમાં કેસ ચાલતા હોવાના કારણે અટકી પડી છે. આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જિલ્લા ફેર બદલી પતિ પત્નીના કિસ્સામાં સહિત કુલ 77,953 જેટલા શિક્ષકોની બદલીની અરજી રાજ્ય સરકાર પાસે હજુ પડતર પડી છે. જેમાં રાજ્ય સરકાર હાઈકોર્ટના હુકમની રાહ જોવામાં આવી રહી છે અને જ્યારે કોર્ટનો હુકમ આવશે તે રીતે તાત્કાલિક ધોરણે શિક્ષકોની બદલી કરવામાં આવશે. ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષથી ટાટની પરીક્ષાનું આયોજનમાં (TET examination in Gujarat )રાજ્ય સરકારે કર્યું નથી ત્યારે આગામી સમયમાં આ પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે તેવી જાહેરાત પણ જીતુ વાઘાણીએ કરી હતી.
36 નેશનલ ગેમ્સનું આયોજનગુજરાતમાં 36 મી નેશનલ ગેમ્સનું આયોજન (Organizing 36th National Games in Gujarat)કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન યુવાઓ અને વિદ્યાર્થીઓને રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ આધારિત તમામ કોલેજ યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાશે તેવી જાહેરાત પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. ઉલ્લેખનીય છે કે દેશભરમાંથી સાત હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેવા માટે ગુજરાત આવી રહ્યા છે. ત્યારે 33 જિલ્લા મથક પર કાર્યક્રમોનું આયોજન કર્યું છે, તેમજ લક્ષી કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના અને કેબિનેટ કક્ષાના પ્રધાનો અને સાંસદો પણ ઉપસ્થિત રહેશે જ્યારે રમતગમતની પ્રવૃત્તિમાં પ્રત્યય જાગૃતિ કેળવાય તેવા ઉદ્દેશથી 12, 13 અને 14 સપ્ટેમ્બરે રાજ્યની કોલેજ યુનિવર્સિટી તેમજ 15 અને 16 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરની શાળાઓમાં વિવિધ રમતલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ગ્રેડ પે મુદ્દે સારો નિર્ણય આવશેઅમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે આજે સાઈડ કર્યું છે અને સુસાઇડ નોટમાં તેણે પોતાની અંતિમ ઈચ્છા દર્શાવી હતી જેમાં ગ્રેડ પે પોલીસ જવાનોને પ્રાપ્ત થાય તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આ સમગ્ર ઘટના બાબતે રાજ્ય સરકારના પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આવું ના થવું જોઈએ ગ્રેડ-પે બાબતે(Police Grade Pay) સરકારની બેઠક થઈ રહી છે અને આનું સુખદ પરિણામ આવશે.
કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડોબેઠકમાં કુપોષિત બાળકો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં પ્રવક્તાપ્રધાન જીતવા ગણીએ જણાવ્યું હતું કે વર્ષ 2019 -20ની સરખામણીએ વર્ષ 2022માં ઓછા વજનવાળા બાળકોને 16 ટકા તેમજ અતિ કુપોષિત બાળકોમાં 7 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુજરાતની 53,000 જેટલી આંગણવાડીઓ મારફતે રોજ 60 લાખ નોંધાયેલા લાભાર્થીઓને વિવિધ પોષણ યોજના અંતર્ગત પોષણ સહાય પૂરી પાડવામાં આવે છે, રાજ્ય સરકારે ચાલુ વર્ષે 929 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરી માત્ર પોષણની યોજનાઓ માં રકમની ફાળવણી કરી છે.