ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર સિવિલની ઘોર બેદરકારી, વોર્ડમાંથી મૃત ભૃણને કૂતરુ ઉપાડી ગયું - Dead fetus

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં સિવિલ વોર્ડમાં બેડ નીચે રાખવામાં આવેલા મૃત ભૃણને એક કૂતરું લઇને ભાગી ગયું હતું.

ગાંધીનગર સિવિલ
Gandhinagar Civil

By

Published : Jul 13, 2020, 1:08 PM IST

Updated : Jul 13, 2020, 2:39 PM IST

ગાંધીનગરઃ શહેરની સિવિલ હવે અમદાવાદ તરફ દોટ મુકી રહી છે. સિવિલના વોર્ડમાં સારવાર માટે મહિલાને લાવવામાં આવી હતી. મહિલાની તબિયત વધું બગડતા તેને અન્ય વોર્ડમા લઇ જવામાં આવી હતી, ત્યારે વહેલી સવારે બેડ નીચે રાખવામાં આવેલા મૃત ભૃણને એક કૂતરું લઇને ભાગી ગયું હતું.

ગાંધીનગર સિવિલમાં આજે વહેલી સવારે C-3 વોર્ડમાં એક મહિલાને પ્રસૂતી માટે દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેની તબિયત વધુ લથડતા તેની અન્ય વોર્ડમાં લઈ જવામાં આવી હતી. જ્યારે પ્રસૂતિ ઓછા મહિને થવાના કારણે બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. જેને બેડ નીચે રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે વહેલી સવારે કૂતરું તાત્કાલિક સારવાર વિભાગ સુધી પહોંચીને મૃત ભૃણને ઉપાડી ગયું હતું. આ બનાવને લઇને સિવિલ કેમ્પસમાં હાહાકાર મચી ગયો હતો.

Last Updated : Jul 13, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details