ગાંધીનગર: દહેગામ પોલીસ સ્ટેશનના PSI પી. જે. સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ દેસાઈ અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન દહેગામ રખિયાલ રોડ પર રેવાબા સ્કુલ પાસે એક માણસ તાપમાં બેઠો હતો. જેની પાસે જઈને થોડી ઘણી પૂછપરછ કરતા અસ્થિર મગજનો લાગ્યો હતો.
કોરોનાના કપરા કાળમાં દહેગામ પોલીસે જે કર્યું તમે વિચારી પણ નહીં શકો !!
ગાંધીનગરના દહેગામ તાલુકામાં પોલીસે એક અસ્થિર મગજના વ્યક્તિની મદદ કરી હતી. પોલીસે આ વ્યક્તિને સ્નાન કરાવીને જમવાનું આપ્યું હતું. તેમજ તેના રહેવા માટે હંગામી ઘોરણે વ્યવસ્થા પણ કરી આપી હતી.
દહેગામ પોલીસ
જે બાદ પોલીસ કર્મચારીઓ દ્વારા તેને નવડાવવામાં આવ્યો તેમજ તેને નવા કપડાં આપ્યા હતા. તેને દહેગામ બસ સ્ટેશન ખાતે લઈ આવ્યા બાદ તેના માટે જમવાનું લાવી પોલીસે તેને જમાડી અને બસ સ્ટેશન ખાતે હાલ હંગામી ધોરણ પૂરતી રહેવાની વ્યવસ્થા કરી હતી.
Last Updated : May 13, 2020, 2:36 PM IST