ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy Impact: રાજ્યમાં વાવાઝોડાના તાંડવ વચ્ચે અસરગ્રસ્ત 8 જિલ્લામાં 707 બાળકોનો જન્મ થયો - pragnent

વાવાઝોડા બિપરજોયને લઈને અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં કુલ 1171 સગર્ભા બહેનોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 707 બહેનોએ બાળકોને જન્મ આપ્યો હતો. તેમની વિશેષ ચિંતા કરીને તેમના માટે તબીબો-દવાઓ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Cyclone Biparjoy Impact
Cyclone Biparjoy Impact

By

Published : Jun 16, 2023, 4:51 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાએ તબાહી મચાવી છે ત્યારે આ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી સુખદ: સમાચાર પણ સાંભળવા મળ્યા હતા. વવાઝોડામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સતત સ્થળાંતર- બચાવની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેના ભાગરૂપે વાવાઝોડા અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અગમચેતીરૂપે કુલ 1171 પૈકી 1152 સગર્ભા બહેનોનું અગાઉથી જ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. માત્ર સ્થળાંતર જ નહીં, પણ આમાંથી કુલ 707 બહેનોની સફળ પ્રસુતિ કરાવી છે.

ડિલિવરી નજીક હોય તેમની વિશેષ કાળજી:બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં અને તેમાં આવતી મહાનગરપાલિકાઓમાં સાવચેતીના પગલારૂપે આરોગ્યતંત્ર દ્વારા અગાઉથી સગર્ભા બહેનોની ઓળખ-યાદી તૈયાર કરીને તેમને તમામ સુવિધા સાથે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્ર અથવા સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને જે બહેનોની પ્રસૂતિની તારીખ નજીક હતી. તેમની વિશેષ ચિંતા કરીને તેમના માટે તબીબો-દવાઓ સહીત તાત્કાલિક ધોરણે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

ક્યાં જિલ્લામાં કેટલી સગર્ભા મહિલાઓ સ્થળાંતર કરાઈ: કચ્છ જિલ્લામાંથી સૌથી વધુ 552, જયારે રાજકોટમાં 176, દેવભૂમિ દ્વારકામાં 135, ગીર સોમનાથમાં 94, જામનગરમાં 62, જૂનાગઢમાં 58, પોરબંદરમાં ૩૩, રાજકોટ મહાનગરપાલિકા 26, જૂનાગઢ મનપામાં 8 તેમજ મોરબી અને જામનગર મનપામાંથી 4-4 એમ કુલ 1152 સગર્ભા બહેનોનું વાવાઝોડા પહેલાં સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ સલામત સ્થળે સ્થળાંતર કરાયેલી સગર્ભા બહેનોમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ 348, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મનપામાં 8, જામનગર મનપામાં 4 અને મોરબી જિલ્લામાં 01 એમ કુલ- 707 બહેનોની હોસ્પિટલ-આરોગ્ય કેન્દ્રોમાં સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સમગ્ર અભિયાનને સફળ રીતે પાર પાડવા તબીબી સ્ટાફ સાથે 302 સરકારી અને 202 જેટલી 108 એમ્બ્યુલન્સ રાત-દિવસ સેવારત હતી.

આરોગ્ય ટીમ સજ્જ: અસરગ્રસ્ત જિલ્લાઓની આરોગ્ય સેવાઓ પર અસર ન થાય તે માટે હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓ, 100% ડીઝલ સંચાલિત કુલ 197 આધુનિક જનરેટર સેટ તેમજ ખાસ કરીને વાવાઝોડાની ભયાનકતાને ધ્યાને રાખીને કચ્છ જિલ્લામાં 10, દેવભૂમિ દ્વારકામાં 05, અને મોરબીમાં બે એમ કુલ 17 વધારાની 108 એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા બહેનોનું તબીબો દ્વારા રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સ થકી દૈનિક મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

  1. Cyclone Biparjoy Landfall Impact: રાહત કમિશનરે કહ્યું, ટૂંક સમયમાં નુકસાનીનો સર્વે શરૂ થશે
  2. Cyclone Biparjoy Landfall Impact: બિપરજોય વાવાઝોડું લખપત તરફ ગયું, અબડાસામાં તોફાની પવન સાથે વરસાદ યથાવત

ABOUT THE AUTHOR

...view details