ગાંધીનગર :આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમારા પ્રતિનિધિમંડળે રાજ્યપાલને મળીને વર્તમાન પરિસ્થિતિ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે. ખાસ કરીને 25 તારીખે સીએમ રુપાણી દ્વારા ગુજરાતના તમામ રેશન કાર્ડધારકોને એપ્રિલ મહિનાનું અનાજ મફત આપવામાં આવશે તેવી જાહેરાત કર્યા પછી પણ ગુજરાતના લગભગ 40 લાખ કરતાં વધારે પરિવારોને રાશન આપવામાં નથી આવતું એ બાબતને લઈને અમે વિનંતી કરી છે કે ગુજરાતના તમામ રેશન કાર્ડધારકોને 30 જૂન સુધી અનાજ મફત આપવામાં આવે.
તમામ વિભાગના બજેટમાં 10 ટકા કાપ મૂકો, 30 ટકા પગારકાપમાં અમારો ટેકો : કોંગ્રેસ
કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે રાજ્યપાલને આવેદનપત્ર આપીને સરકાર હજુ લોકોને મફતમાં રાશન આપે, તથા તમામ વિભાગના બજેટમાં 10 ટકાનો કાપ મૂકીને તમામ પૈસા કોરોના પાછળ ખર્ચ થાય તે અંગે માગણી કરી હતી. સાથે જ તમામ પ્રધાનો અને ધારાસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકાવાને પણ કોંગ્રેસે સ્વીકાર કર્યો હતો.
સાથે ગુજરાતમાં જે જરૂરિયાતમંદ પરિવારો છે, ધંધા રોજગાર બંધ છે, બહાર નીકળી નથી શકતા તેવા સંજોગોમાં આવા પરિવારોને ત્રણ મહિના માટે ચૂકવવામાં આવે અને ભોજનની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવે. સંગ્રહ ન થઈ શકે તેવા ઉત્પાદનો જેમ કે દૂધ કે શાકભાજી હોય એના પરિવહન માટેના વેચાણની ખરીદી માટેના માર્કેટની પૂરતી વ્યવસ્થા સરકાર કરે. ખાસ કરીને ખેડૂત, નાનામોટા ધંધાવેપારીઓ હોય તે તમામ પ્રકારના લોન લીધેલ છે એવા તમામ વેરાનો 30 જૂન સુધી વ્યાજને માફ કરવાની માગણી પણ કરવામાં આવી છે.
હાલની પરિસ્થિતિમાં મેડિકલ-પેરામેડિકલ અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલાં તમામ કર્મચારીઓની સુરક્ષા માટે ટેસ્ટ પ્રોવાઈડ કરવામાં આવે, તેમને સન્માન સાથે બિરદાવવામાં આવે અને પ્રોત્સાહનરૂપે તેમને એક વધારાના પગાર આપવાની માગણી કરવામાં આવી છે. ખાસ કરીને આ સંજોગોમાં 30 જૂન સુધી ગુજરાતના તમામ પરિવારોના બિલ માફ કરવામાં આવે, પાણીવેરો હોય, ઘર હોય કે તમામ પ્રકારના વેરાઓ હોય.
અમિત ચાવડાએ સરકાર સમક્ષ માગ કરી હતી કે 21 દિવસના લૉક ડાઉનના સમય પછી સરકારનું શું આયોજન છે ? લૉક ડાઉનને તમે લંબાવવાના છો ? જ્યારે લોકડાઉન પછી પરીક્ષાઓ કે શૈક્ષણિક સંસ્થાઓની તમામ પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવે. જ્યારે વિપક્ષનેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આરોગ્યની સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવે તેવી લાગણી અને માગણી સાથે રાજ્યપાલને મળવા ગયાં હતાં. જ્યારે આવનાર દિવસોમાં આખા વર્ષ માટે તમામ વિભાગોની 10 ટકા ગ્રાંટ કાપીને કોરોના વાઇરસ, અને કોરોના વોરિયર્સ પાછળ ખર્ચ કરવામાં આવે.