આ સાથે પશુપાલન ક્ષેત્રે પશુપાલકોને માર્ગદર્શન મળે તે માટે પશુ આરોગ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં કોઈ પશુઓને બીમારી હશે તો તેની પણ સારવાર કરવામાં આવશે. ત્યારે હાલમાં રાજકોટમાં પાક વીમા ચુકવણી બાબતે કોંગ્રેસના નેતાઓ દ્વારા ધારણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે કૃષિ અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે કહ્યું કે, રાજ્યમાં 10.54 લાખ ખેડૂતોને પાક વીમો ચૂકવી દેવામાં આવ્યો છે. જ્યારે 7.46 લાખ ખેડૂતોને હજુ પણ પાક વીમો ચૂકવવાનો બાકી છે.
કૃષિ અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદે કહ્યું કે, અછતગ્રસ્ત વિસ્તારોમાં ધિરાણ લોનમાં કોઈ માફી આપવામાં નહીં આવે ખેડૂતોને પાક નિષ્ફળ ગયો હોવા છતાં લોન ભરવી જ પડશે. જો થોડુ તો નહિ ભરે તો તેમને પુનઃ લોન નહીં મળે. જ્યારે 1,583 કરોડ જેટલી રકમ સહાય રૂપે ફાળવવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારીઓ ક્યાંકને ક્યાંક આંકડા છુપાવી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા અગાઉ પણ રાજ્યમાં કેટલાક ખેડૂતોની લોન આપવામાં આવી પાક વીમાની સહાય ચૂકવવામાં આવી તેની માહિતી માંગવામાં આવી હતી. પરંતુ કૃષિ વિભાગના અધિકારીઓ કોંગ્રેસના નેતાઓ જ્યારે માહિતી મેળવવા જતા હતા. ત્યારે અધિકારીઓ કચેરીમાંથી બહાર નીકળી જતા હતા.
કૃષિ મહોત્સવને લઈને કહ્યું કે રાજ્યમાં 248 સ્થળે એક સાથે કાર્યક્રમો યોજાશે. જ્યારે એક દિવસીય સેમિનાર અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવશે અને તેમને સન્માનિત કરાશે. જ્યારે પશુપાલન અને બાગાયત વિષયના તજજ્ઞો દ્વારા સ્થળ ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કૃષિ મહોત્સવ વર્ષ 2000થી શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ચાલુ વર્ષે 16, 17 જૂનના રોજ કૃષિ મહોત્સવ યોજાશે. જે રાજ્યમાં 15મો કૃષિ મહોત્સવ હશે અગાઉ ખેડૂતોને કૃષિ મહોત્સવ દરમિયાન કીટ આપવામાં આવતી હતી, જે ચાલુ વર્ષે આપવામાં નહીં આવે.
સંજય પ્રસાદના નિવેદન સામે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું કે સરકાર ખેડૂત લક્ષી નહીં પણ પાક વીમા કંપની લક્ષી છે. ગુજરાતના ખેડૂતોને 1586 કરોડ અછતગ્રસ્ત સહાય આપવામાં આવી છે, જે સાબિત કરે છે કે પાક નિષ્ફળ ગયો છે. તેના માટે પાકની સહાય આપવામાં આવી છે. જ્યારે પાક નિષ્ફળ ગયો હોય તેના માટે ખેડૂતોને સહાય આપી હોય તો ક્રોપ કટિંગના આંકડાઓ આધારે જે પાક વીમો આપવાનો છે તે કેમ નથી આપતા.
રાજ્યમાં 10.54 લાખ ખેડૂતોને પાક વીમો ચૂકવાયો 18 લાખ ખેડૂતમાંથી 10.54 લાખ ખેડૂતોને પાક વીમો ચૂકયો છે. ત્યારે પ્રશ્ન એ છે કે જેને ચૂકવી અને કેટલો પાક વીમો ચૂક્યો કોઈને 0.15% કોઈને 0.67 ચૂકવવામાં આવ્યો છે. જ્યારે 18 લાખ ખેડૂતોનો આંકડો ક્યાંથી લાવવામાં આવ્યો ?. સહકારની વેબ સાઇટ પર 12,82,550 ખેડૂતો નોંધાયેલા છે. 2050 કરોડનો પાક વીમો આપવાનો પ્રચાર કરવામાં આવ્યો છે. પરંતુ પ્રીમિયમ પેટે ખાનગી કંપનીઓને 3200 કરોડ ચૂકવાયા છે, કેમ સરકાર જાહેર કરતી નથી.