ગુજરાત

gujarat

ETV Bharat / state

વિધાનસભામાં ક્રિકેટ ફીવર, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભારતીય ટીમની ટી-શર્ટમાં જોવા મળ્યા - Gujarati news

ગાંધીનગર: આજે ક્રિકેટ વર્લ્ડકપમાં ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે વિધાનસભા ગૃહમાં ભાજપના સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઇન્ડિયા ટીમને પ્રોત્સાહિત કરવા વિધાનસભા ગૃહમાં ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પહેરી હાજરી આપી હતી.

વિધાનસભામાં ક્રિકેટ ફીવર, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભારતીય ટીમની ટી-શર્ટમાં જોવા મળ્યા

By

Published : Jul 9, 2019, 6:42 PM IST

આ બાબતે ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સેમિફાઇનલ મેચ છે. સમગ્ર દુનિયામાં આ મેચ જોવાઈ રહી છે. દેશના તમામ લોકો ભારતને વર્લ્ડ કપ જીતતું જોવા માટે ઉત્સુક છે. એટલે ઇન્ડિયા ટીમને સપોર્ટ કરવા માટે મેં ગૃહમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમની ટી-શર્ટ પહેરી છે. આ બાબતે ભાજપ કોંગ્રેસ તમામ એકસાથે છે. આજે વિધાનસભા ગૃહમાં 2 બેઠક રાખવામાં આવી હતી. એટલે ક્રિકેટનું એક સેશન છૂટી જશે તેનું દુઃખ છે."

વિધાનસભામાં ક્રિકેટ ફીવર, સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી ભારતીય ટીમની ટી-શર્ટમાં જોવા મળ્યા

ઉલ્લેખનીય છે કે, બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વિશ્વકપની સેમિફાઈનલ રમાઈ રહી છે. ભારતીય ટીમ આજે વિજય મેળવશે તો ફાઈનલમાં પ્રવેશ કરશે. વિરાટ કોહલીને આગેવાનીમાં ભારતીય ટીમે વિશ્વકપની લીગ મેચમાં 7 મેચમાં વિજય મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details