ગાંધીનગર: સી આર.પાટીલને જ્યારથી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરાયા છે. ત્યારથી પ્રદેશનું સંગઠન માળખું બદલાશે તેવી ચર્ચા ચાલતી હતી, પરંતુ હજી સુધી તેમાં કોઈ બદલાવ નથી. ત્યારે આવનાર સમયમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પ્રદેશ માળખુ બદલાશે તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ આર પાટીલે જણાવ્યું છે. આ માળખામાં દરેક વર્ગ અને જ્ઞાતિને યોગ્ય પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળશે. તેમજ જુદી- જુદી માંગો પર પણ વિચાર કરાશે તેવું તેમણે જણાવ્યું હતું.
સી.આર.પાટીલે ભાજપના નવા પ્રદેશ માળખાના સંકેત આપ્યા - અમદાવાદ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે સોમવારના રોજ પ્રદેશના મુખ્ય કાર્યાલય કમલમ ખાતેથી ભાજપનું નવુ પ્રદેશ માળખુ ટૂંક સમયમાં રચાઈ શકે એવા સંકેત આપ્યા હતા.
રાજસ્થાન વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના 20 ધારાસભ્યો ગુજરાતમાં આવીને રોકાયા છે. તે મુદ્દે સી.આર.પાટીલે ફોડ પડ્યો ન હતો. ફક્ત એટલું જણાવ્યું હતું કે, તે એક રણનીતિનો મુદ્દો છે અને ભાજપના અંગત યોજનાઓના જાણવાની આશા કોઈએ રાખવી જોઈએ નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજસ્થાનના ધારાસભ્યો સોમનાથની યાત્રાએ છે. સોમનાથ દર્શન કરવા કોઈ પણ વ્યક્તિ આવી શકે છે, તેથી તે રાજકારણનો મુદ્દો નથી.
રાજસ્થાનના રાજકારણ મુદ્દે ભાજપ ભેરવાયુ છે. હંમેશા કોંગ્રેસ પર આક્ષેપ કરતા ભાજપને અત્યારે જવાબ આપવા અઘરા પડી રહ્યા છે.