- સી.આર. પાટીલના ઘરે પ્રધાનોનો જમાવડો
- સૌરભ પટેલ, ઇશ્વરસિંહ પરમાર અને ગણપત વસાવા પહોંચ્યા હતા સી.આર. પાટીલને મળવા
- સી.આર.પાટીલ કમલમ જવા રવાના થયા
ગાંધીનગર : રાજ્યાના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું છે, ત્યારે બાદ સપ્ટેમ્બરે બપોરે 3:00 કમલમ ખાતે મળનારી ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યપ્રધાન તરીકે નામની જાહેરાત થશે. તે પહેલાં જ વહેલી સવારથી જ ગાંધીનગર સ્થિત નિવાસ્થાને વહેલી સવારથી જ કેન્દ્રીય નેતાઓની એક બંધબારણે બેઠક થઇ હતી. ત્યારબાદ સૌરભ પટેલ ગણપત વસાવા અને ઈશ્વર પરમાર પણ સી.આર.પાટીલને મુલાકાત લેવા માટે નિવાસસ્થાને પહોંચ્યા હતા.
આ પણ વાંચો:નવા સીએમ નામની ચર્ચા: સી. આર. પાટીલના ઘરે યોજાયેલી બેઠક પૂર્ણ
નવી સરકારનું માળખું કેવું હશે ?
રાજકી શક્તિની મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં નવા મુખ્યપ્રધાન તરીકે પાટીદારની ચર્ચા ચાલી રહી છે. તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે પરંતુ ભાજપ હંમેશા નવાજૂની કરવા માટે જાણીતું હોય છે, ત્યારે ગમે તે સમયે ગમે તે ધારાસભ્યને મુખ્યપ્રધાન તરીકે જાહેરાત કરી શકે છે.