ગાંઘીનગરઃ રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસનો એક કેસ પોઝિટિવ સામે આવે છે. ભાવનગરમાં 28 વર્ષીય યુવક લોકલ સંક્રમણના કારણે ભોગ બન્યો છે. આમ, કાચબાની ચાલે ચાલતો વાઇરસ રાજ્યના લોકોને ભરડામાં લઈ રહ્યો છે. આજ સુધી 88 કેસ રાજ્યમાં નોંધાયાં છે. આ અંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, કોરોના વાઇરસને આયુર્વેદિક, ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ હરાવી શકાય છે.
રાજ્યમાં કાચબાની ચાલે ચાલતો કોરોના, ગુજરાતમાં 88 કેસ નોધાયાં - Gandhinagar news
રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઇરસનો એક કેસ પોઝિટિવ સામે આવે છે. ભાવનગરમાં 28 વર્ષીય યુવક લોકલ સંક્રમણના કારણે ભોગ બન્યો છે. આમ, કાચબાની ચાલે ચાલતો વાઇરસ રાજ્યના લોકોને ભરડામાં લઈ રહ્યો છે.
રાજ્યમાં વિદેશથી આવેલા લોકો દ્વારા હવે લોકલ લોકોને કોરોનો ચેપ લગ્યો છે, ત્યારે રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યુંં હતુ કે, રાજ્ય માટે સારા સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ એક જ કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં લોકલ સંક્રમણ દ્વારા 28 વર્ષીય યુવક કોરોનાનો ભોગ બન્યો છે, જેની સાથે કુલ 88 કેસો નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સાત લોકો મૃત્યું થયા છે.
કોરોના વાઇરસના ઘરગથ્થું ઉપચાર દ્વારા નજીક આવતો અટકાવી શકાય છે. તેમ કહેતાં કહ્યું કે, દૂધમાં હળદર નાખી પીવાથી શક્તિમાં વધારો થાય છે, જ્યારે સતત ગરમ પાણી પીવાના કારણે પણ આ રોગથી બચી શકાય છે. સાદા માસ્ક પહેરવાના કારણે પણ ચેપ લાગતો અટકાવી શકાય છે, જેને લઇને કોઈ મોંઘા માસ્ક પહેરવાની જરૂર નથી. કપડાનું માસ્ક પહેરીએ તો પણ આ રોગથી દૂર રહી શકાય છે.